રાજકુમાર રાવ સાથે ફિલ્મ મળતા નુસરત આશાવાદી

1171

પ્યાર કા પંચનામા સિરિઝની ફિલ્મો માટે લોકપ્રિય રહેલી અભિનેત્રી નુસરત ભરૂચા બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી છે. તેની પાસે હાલમાં બે ફિલ્મો રહેલી છે. જેમાં છલાંગ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ અજય દેવગન દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્મ ૩૧મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તેની કેરિયરને લઇને તે આશાવાદી બનેલી છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે તે ઉત્સુક છે. તેની એક્ટિંગ કુશળતાની નોંધ સતત લેવામાં આવી ચુકી છે. પોતાની જુની ટીમની સાથે નવી ફિલ્મ સોનુ કે ટીટુની સ્વીટી ફિલ્મમાં તે હાલમાં જ નજરે પડી હતી. બ્રોમાંસ વર્સલ રોમાંસની ખાસ થીમ પર આધારિત તૈયાર કરવામાં આવેલી ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવવામાં સફળ રહી હતી. હાલમાં નુસરતે જુદા જુદા વિષય પર વાત કરી હતી. વારંવાર આ ટીમની સાથે કામ કરવા માટેના કોઇ ખાસ કારણ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા નુસરતે કહ્યુ હતુ કે આના માટેના કોઇ ખાસ કારણ નથી. તેનુ કહેવુ છે કે આ નિર્માતા નિર્દેશકો કરતા તેને વધારે સારુ કામ અન્ય કોઇ આપી રહ્યુ નથી. લવ અને કાર્તિક સાથે તેની ચોથી ફિલ્મ કર્યા બાદ તેમની સાથે વધુ ફિમો કરવા માટે તે ઉત્સુક છે.
તેનુ કહેવુ છે કે એક ફિલ્મ બાદ બીજી ફિલ્મ તેના કરતા વધારે સારી બની છે. આ ટીમ સાથે કામ કરવાનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે તે એક્ટિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકી છે. તેનુ કહેવુ છે કે સંઘર્ષના દિવસો હજુ પૂર્ણ થયા નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચના મામલે તે વધારે કહેવા માંગતી નથી. તેની સાથે સીધી રીતે ક્યારેય આવુ બન્યુ નથી.

Previous articleઅમરેલી ના ઉદ્યોગરત્ન કેવળણીકાર વસંતભાઈ ગજેરા ની કંપની ને જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય હાઈએસ્ટ ટર્ન ઓવર એવોર્ડ એનાયત
Next articleમોટી હસ્તી આગળ આવશે તો જાતિય સતામણી રોકાશે