દિશા લોન્જરીમાં ફોટો પોસ્ટ કરીને વિવાદના ઘેરામાં આવી

602

દિશા પટની બોલિવુડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે કોઇને કોઇ કારણસર ચાહકોની વચ્ચે હમેંશા ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર ટ્રોલ થઇ છે. આ વખતે લોન્જરીમાં ફોટો પોસ્ટ કરવા બદલ તે જોરદાર રીતે ફસાઇ ગઇ છે. ચાહકો દ્વારા તેની જોરદાર ટિકા કરવામાં આવી છે. જો કે કેટલાક ચાહકો પ્રભાવિત પણ થયા છે. તે સોશિયલ મિડિયામાં ફરી એકવાર ચર્ચામાં છે. તે પોતાના હોટ અને સેક્સી ફોટાઓ વારંવાર નિયમિત રીતે સોશિયલ મિડિયામાં મુકીને ચર્ચા જગાવે છે. તેની લોકપ્રિયતા સોશિયલ મિડિયામાં એટલી વધારે છે કે તેના ફોટો વાયરલ થયાની મિનિટોમાં જ લાખો ચાહકો સુધી પહોંચી જાય છે. તાજેતરમાં જ દિશાએ અન્ય કેટલાક સેક્સી અને બોલ્ડ ફાટોઓ મુકીને નવી ચર્ચા જગાવી હતી. જેમાં તે બ્લેક સ્વીમ શુટમાં નજરે પડી હતી. તેના હોટ લુકને જોઇને ચાહકો આને ખતરનાક તરીકે ગણાવી રહ્યા છે. દિશાના નવા અંદાજને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. કોઇએ તેના ફિટ અને પરફેક્ટ ફિગરને લઇને પ્રશંસા કરતા તેને ખતરનાક તરીકે ગણાવી છે. કોઇએ દિશાના આ લુકને ખતરનાક તરીકે ગણાવીને પ્રશંસા કરી છે. જો કે દિશાએ આ લુકમાં પ્રથમ વખત સોશિયલ મિડિયામાં ચર્ચા જગાવી નથી. તે વારંવાર આ પ્રકારના ફોટાઓ આપતી રહે છે. દિશા વિતેલા વર્ષોમાં પણ અનેક વખત સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકીને ચાહકોમાં ચર્ચા જગાવી ચુકી છે. સોશિયલ મિડિયામાં સૌથી વધારે ફેન્સ ધરાવનાર સ્ટાર પૈકી એક તરીકે તે ઉભરી ચુકી છે.સેક્સી સ્ટાર દિશાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ તે હવે રોમેન્ટિક થ્રીલર ફિલ્મ મલંગમાં કામ કરી રહી છે. જેને મોહિત સુરી દ્વારા નિર્દેશન કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મમાં તે આદિત્યરોય કપુરની સાથે નજરે પડનાર છે.

Previous articleશહેરના નિર્મળનગર માં દિનદહાડે હત્યા….વધુ વિગત થોડી વાર માં…
Next articleઇશાન અને અનન્યા પાન્ડે અભિનિતિ ફિલ્મનુ શુટિંગ