સમયરૂપી સ્ટેશન -( અનુભવના ઓટલે અંક: ૪૦)

736

જીવાત્મા સાથે ચુંબકીય શક્તિ વડે થાય છેઆકર્ષાયેલો જીવાત્મા ગર્ભમાં પ્રવેશ કરે છેત્યારબાદ ગર્ભમાં કોષોનું નિર્માણ થવા લાગે છેધીમેધીમે માતાના ઉદરમાં બાળકના વિવિધ અંગો અને ઉપાંગો બનવાની શરૂઆત થાય છેપિંડબીજના સંસર્ગમાં આવેલો જીવાત્મા પૂર્વજન્મના સારા અને નરસા સંસ્કાર સાથે અવતરણ કરે છેપરિણામે જન્મ પામેલ બાળકની સંસ્કારવિધિ પ્રત્યે કાળજી રાખવામાં  આવે તો પૂર્વજન્મના વિશુદ્ધ સંસ્કારો તેનો કબજો જમાવી દે છેપૂર્વ જન્મના ખોટા સંસ્કારો તેનો ભાગ ભજવ્યા વિના રહેતા નથીખોટા કર્મોથી પડેલી કુટેવો વ્યક્તિનાં જીવનમાં સંસ્કારનું સ્થાન લઈ લે છેવળી, સારા સંસ્કાર તમે બાળકને આપવામાં ઢીલ કરો અથવા મોડું કરો તો ખોટા સંસ્કાર આપમેળે પડવા લાગે છેપછી તેને દૂર કરવાનું મુશ્કેલ થઈ જાય છેખોટા સંસ્કાર બાળકમાં સરળતાથી દ્રઢ થવા લાગે છેપણ સારા સંસ્કારો રોપવા મહેનત કરવી પડે છેઆંબાનું ઝાડ ઉછેરવું ઘણું અઘરું છેપણ બાવળને ઉગાડવા વિશેષ પ્રયત્નની જરૂર પડતી નથીઅપશબ્દો બાળકો જાતે  બોલતા શીખતા હોય છેજ્યારે સુવાક્યો તેને શીખવવા પડે છેઘોંઘાટ ઉત્પન્ન કરવા વિશેષ સાધન-સામગ્રીની જરૂર પડતી નથીજ્યારે સુરીલું સંગીત સંભળાવા સુરીલા વાદ્યો કે સુરીલા અવાજની જરૂર પડે છેવિદ્યા પ્રાપ્ત કરવા કઠોર શ્રમ કરવો પડે છેવિદ્વાન લોકોની ટીકા અજ્ઞાની લોકો પણ કરવામાં પાછુંવાળી જોતા નથીનીતિથી ધન કમાવા માગતા લોકોને સંકટ અને સમસ્યાઓ નડે છેપરંતુ નીતિથી કમાયેલું ધન ઉત્તમ કર્મફળ જરૂર આપે છેતે વ્યક્તિનાં આધ્યાત્મિક માર્ગમાં ઉજાસનું તારામંડળ રચી દે છેજે હજારો સૂર્યના પ્રકાશથી પણ વધુ તેજસ્વી હોય છેએટલું જ નહિમનુષ્યના અનેક જન્મોને ઉજાળી શકે તેવી ઊર્જાશક્તિ ધરાવે છેતે જીવાત્માનાં જીવનને સજાવે છેકેટલાંક ગુરુપદને પામી અન્યના જીવન પ્રદેશને પણ પખાળવાનું ચૂકતા નથીવાચક મિત્રો, જ્યારે મારા અને તમારા જીવન પ્રદેશમાં કોઈ એવા ગુરુજીનો ભેટો અર્થાત સંગ થાય છેત્યારે મારા અને તમારા જીવનકાળની અવ્યવસ્થાના કોઈ ને કોઈ તબક્કે ચમત્કાર થાય છેઆવા સમયે અણમોલ ઘડીને ઓળખી લેવી જોઈએમાણસ કરેલું કાર્ય ભલે યાદ કરે પણ તેના કાર્યને જ્યારે બીજા લોકો યાદ કરતા થાકે નહિત્યારે કરેલા કાર્યની ખરી સફળતા મળી કહેવાયબીજાનું ભલું કરવા માણસે જ્ઞાન મેળવવુ પડે છેજ્ઞાનનું રહસ્ય જાણવું જોઈએમને અહીં નારદ ઋષિ રચિત પદનો ઉલ્લેખ કરવાનું મન થાય છે.

મને  પદ થોડા દિવસો પહેલા સખીગ્રૂપના વ્હોટ્સ એપ ગ્રૂપનાં માધ્યથી આપણું જેને ગૌરવ કહી શકાયતેવા બહેન શ્રી હંસાબહેન ચોટલિયાના સુમધુર કંઠે હાર્મોનિયમ સુરોની સુરાવલી સાથે સાંભળવા મળ્યું હતુંશ્રી હંસાબેન ચોટલિયા આકાશવાણી ભૂજના માન્ય કલાકાર છેતેમને સાંભળવા એક લહાવો પણ છે.

શ્રી હંસાબહેને સંગીતની બાવીશે-બાવીશ શ્રુતીઓને હસ્તગત કરી સંગીત કલાક્ષેત્રને પચાવ્યું છે. તેમણે સૌ કોઈનાં હ્રદયમાં સ્થાન જમાવવા સંગીતનું સમ્રાટપદ હસ્તગત કરી લીધું છે. શ્રી હંસાબહેન દ્વારા પ્રસ્તુત થયેલ પદનાં શબ્દો મને યાદ આવે છે…

ઉત્તમ છે રે ગુરુજીના મહાતમ છેમારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે.

પહેલો પહેલો અવતાર અરજણ

કાગ કેરો ધરિયો.

સુખડના લાકડે બેઠો

ચાંચ ઘસે રે

મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે.

બીજો બીજો અવતાર રે

અરજણ બગ કેરો ધરિયો રે મન સરોવર બેઠો મછિયા ચણે રે મારા ગુરુજીના…

ત્રીજોત્રીજો અવતાર રે અરજણ હંસ કેરો ધરિયો.

મન સરોવર બેઠો,મોતીડાં ચરે રે મારા ગુરુજીના

ચોથોચોથો અવતાર રે

અરજણ સાધુ કેરો ધરિયો રેભરી રે સભામાં બેઠો જ્ઞાન કહે રે મારા ગુરુજીના…

દર્શન અરજણ ઉત્તમ છે.

ગુરુના પ્રતાપે ઋષિ નારદ બોલ્યા રે.

પાર ઊતરી ભવસાગર તારનાર છે.

મારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે.

ઉત્તમ છે રેદર્શન ઉત્તમ છેમારા ગુરુજીના દર્શન અરજણ ઉત્તમ છે.

 

પદના શબ્દો માણસની જુદીજુદી અવસ્થાઓને પામવા ટકોર કરે છે.

ઋષિ નારદનાં મતે માણસ તેની પહેલી અવસ્થામાં સુખ રૂપી લાકડાં પર બેસી તેને માણવાનાં બદલે તેનો વૈભવ વધારવા ડાફોળિયા મારે છેજેમ કાગડો સુખડના લાકડાની સુવાસ પામી શકતો નથીતેમ માણસ સુખની છોળોમાં પણ આનંદ માણી શકતો નથીસઘળુ મેળવી લેવા મળેલું પણ માણી શકતો નથી.

બીજી અવસ્થામાં સુખનો વૈભવ લૂંટવા ખોટા કામ કરવા લાગે છેબગલાની જેમ કાદવ કીચડ જેવી બદબું આપતાં અસત્યો જાણી શકતો નથી.

ત્રીજી અવસ્થા ભલે વૈભવના વરસાદ જેવી સુખરૂપ લાગતી હોય. છતાં ભેગું કરવાની મહેચ્છાના કારણે હંસની માફક સાચા મોતી જેવું ધન કમાવવા, સુખ મેળવવા જિંદગીનો મોટો હિસ્સો ગુમાવે છેઆપણો સુવર્ણકાળ ક્યારે વીતી જાય છે તેની આપણને ખબર રહેતી નથી.

ચોથી અવસ્થાને જે પામી લે છે તેનું કલ્યાણ થાય છે અવસ્થામાં ગુરુજીનો ભેટો થઈ જાય છેગુરુજી ભવસાગર તરી શકે તેવું સામર્થ્ય ધરાવતા હોવાથી તેના સંપર્કમાં આવનાર શિષ્યનો બેડો પાર થઈ જાય છેતે ભરી સભામાં જ્ઞાન આપી અન્ય લોકોના કલ્યાણના દ્વાર ખોલવા કામે લાગી જાય છે. શિષ્ય પણ ગુરુજીની કૃપાથી સાધુત્વને પામે છેજ્ઞાન ગોષ્ઠિનાં પ્રચારપ્રસાર માટે સતત ઉત્સુક રહે છેપ્રવચન અને ભજન કિર્તન કરે છે.

નારાયણ નામની રે માળા છેડોકમાં

ગુરુજીના નામની રે માળા છે ડોકમાં..

ખોટું બોલાય નહિ,ખોટું લેવાય નહિ

કોઈને દૂભવાઈ નહિ હો માળા છે,ડોકમાં

જેવા કીર્તનના શબ્દો જ્યારે લોકમુખે ગુંજી ઊઠે છેત્યારે ચોક્કસ પ્રદેશના લોકો તેને લોકધૂન તરીકે સ્વીકારી લે છેકેટલાંક પદ ધોળ તરીકે પણ ગવાતા હોય છે.

આંખ મીચું ને મારા

શામને નીરખું,

એને જોઈનેમારા હૈયામાં હરખું.

શામ સુંદર એની મુરતી રૂપાળીઆંજેલી આંખદી છેઅણિયાળી.

કાળાભમ્મર માથે વાંકડિયા વાળ,

નાજુક હોઠ ને ભવ્ય કપાળ.

મોર પીછાનો છે મુગટ માથે,

કાનમાં કુંડળબાંસુરી હાથે.

પહેરી પીતાંબરી, કાંબળી કાળી,

કટીયલ કંદોરી ને છે ઘૂઘરિયાળી.

ફૂલના છે ગજરા ને ફૂલના છે હાર,

આવીને ઊભા મારા અંતરના દ્વારે.

આવા શ્રી કૃષ્ણનું શરણુ છે મારે,

ગોવિંદ બલિહારી જાઉ વારેવારે

 

આપણું સૌનું ગૌરવ કહી શકાય એવા બહેન શ્રી હંસાબેન ચોટલિયાસંગીતની સુરાવલી છેડીવ્હોટ્સ એપ ગ્રૂપના માધ્યમથી સમયરૂપી મૃત્યુનાં વાઘા પહેરી આવનાર સ્ટેશન પોતાની લીલા પાથરે તે પહેલા  સમજરૂપી સાધુત્વને પામી જવા નારદજીના પદને ટાંકી,માર્મિક ભજનના શબ્દો વહેતા મૂકે છેતમારું અને મારું કલ્યાણ કરવા મોબાઈલનું માઈક્રોફોન લઈ સંગીતની સરિતાના ફળદ્રૂપ પ્રદેશમાં વાવણી કરવા આવી પહોંચ્યા છેતેને હું ઇશ્વરની અંતરમાં જાગેલી પ્રાર્થના માનું છુંભજનની સૂરાવલીના પગલેમારા ભીતરમાં સંવાદની વાંસળીના સૂર ગુંજી રહ્યા છે.

હે માનવ, મંજિલ તારી દોડતી આવે છે,

દર્પણમાં શું જોવા માગે છો?

ભીતરમાં તને ઇશ્વર મળવા આવે છે,

મંદિરમાં શું શોધવા ભાગે છો !

 

દૂષણો દૂર કરવાના બદલેઆપણે બીજાના દોષ શોધવામાં સમય બરબાદ કરતા રહીએ છીએસમયરૂપી સ્ટેશન આજ નહિ તો કાલ નક્કી આવવાનું  છેછતાં આપણો કક્કો ખરો કરવા હું અને તમે સમયરૂપી સમ્રાટને ઓળખી શકતા નથીઆખરે સમય આપણને ઓળખી લે છેદુ:ખની ઊંડી ખાયમાં આપણો વધ કરી મૃત્યુનો મહોત્સવ મનાવે છે. મિત્રો સૂતેલા સિંહના મુમાં સસલાં જાતે  પ્રવેશી તેનો ખોરાક બનતા નથીસિંહને સસલાંનો શિકાર કરવો પડે છેઆપણે પણ ઇશ્વરને રિઝવવા જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છેજ્ઞાન મેળવવા ગુરુની ખોજ કરવી પડે છેજેમને ગુરુજીનો ભેટો સમયસર થઈ જાય છેતે સાધુત્વને પામી સમયરૂપી આવનાર સ્ટેશન પર સફળતાપુર્વક ઊતરી દીવ્યજ્યોત જેવું તેજ પ્રાપ્ત કરી શકે છે.

 

લેખક:- લાભુભાઈ ટી. સોનાણી

Previous articleબોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન જ હતી : જેક્લીન
Next articleમિસ યોગીની ઓફ વર્લ્ડ હેતસ્વી સોમાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી