ભાવનગરના બે સ્થળોથી લોકોએ કાંકણાકૃતિ સૂર્યગ્રહણ નિહાળ્યું

736

૨૬મી ડીસેમ્બરની સવારનાં સમયે ૨૦૧૯નાં વર્ષનું અંતિમ કંકણાવૃત સુર્યગ્રહણ ભારત સહિત આફ્રિકા, એશિયા પૂર્વ યુરોપ અને હિન્દ મહાસાગરનાં નભ મંડળમાં સર્જાયુ હતું. આ સુર્યગ્રહણને ધાર્મિક દ્રષ્ટિએ ભાવનગરવાસીએ પાળ્યુ હતું. તદ્‌ઉપરાંત ભાવનગર શહેરનાં મંદિરો બંધ રહ્યા હતા. તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સુર્યગ્રહણ નિહાળવાનાં આયોજનોમાં પણ લોકોએ આ સૂર્યગ્રહણને નિહાળ્યુ હતું.
૨૦૧૯નાં વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભાવનગરનાં નભમંડળમાં ૨૬મી ડીસેમ્બરે સવારે ૮.૬ કલાકે સૂર્યગ્રહણનો સ્પર્શ થયો હતો. અને ધીરે ધીરે સમય પસાર થતાં સુર્યનારાયણ સંપૂર્ણ પણે ઢંકાઈ ગયા હતા. તેમજ ૧૦.૫૨ મીનીટે ગ્રહણનો મોક્ષ થયો હતો. આ કંકણાવૃત સુર્યગ્રહણને ધાર્મિક દ્રષ્ટિએ પણ ભાવનગરનાં લોકોએ મનાવ્યુ હતું. ભાવનગર શહેરનાં મંદિરો બંધ રહ્યા હતા. અને ભગવાનની પૂજા અર્ચનાઓ બંધ રાખવામાં આવી હતી. સુર્યગ્રહણનાં મોક્ષ થયા બાદ ભગવાનનાં મંદિરો ખુલ્યા હતા અને ભગવાનની આરતી અને પુજા અર્ચના શરૂ થઈ હતી.
તદઉપરાંત કલ્યાણ પ્રાદેશિક લોક કલ્યાણ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર સંચાલીત ભાવનગર એસ્ટ્રોનોમી કલબ દ્વારા ભાવનગર શહેરનાં તખ્તેશ્વર મંદિર તથા નારી ગામે ગ્રહણનો નજારો નિહાળવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી જ્યાં સુર્યગ્રહણની રસપ્રદ ખગોળીય ઘટનાને નિહાળવા માટે પીન હોલ કેમેરા, ૬ જેટલા ટેલીસ્કોપ પ્રોજેકશન તથા સુર્ય ફિલ્ટર ચશ્માની મદદ વડે ભાવનગરનાં લોકોએ આ રસપ્રદ ખગોળીય ઘટનાઓ નિહાળી હતી તેમજ સવારનાં સમયે ભાવનગરવાસીઓ પોતાની અગાસીમાંથી ચશ્મા પહેરીને આ સૂર્યગ્રહણનો નજારો નિહાળી રહ્યા હતા.

Previous articleઘોઘા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ ઘાયલ પેલીકન પક્ષી ને બચાવ્યું
Next articleયુથ કૉંગ્રેસ દ્વારા ભાવનગર જિલ્લામાં કોઈપણ શાળા મર્જ ન કરવા ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું