જિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટીંગ તોફાની રહી

618
gandhi2732018-3.jpg

ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજ રોજ પંચાયતના હોલમાં મળી હતી જેમાં અનેક મુદ્દા ચર્ચાયા હતા. મુખ્ય મુદો જે ગરમા-ગરમીનું કારણ રહ્યો હતો તે આઉટ સોર્સીંગના કર્મીઓના પગારમાંથી થતો ભ્રષ્ટાચાર રહ્યો હતો. 
ડ્રાઈવરોને પુરો પગાર આપવાને બદલે આઉટસોર્સીંગમાં ભ્રષ્ટાચાર દ્વારા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દરમહિને પ૦ હજાર સુધી રકમ કપાતા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કરતાં ગરમા ગરમી થઈ હતી. બેચરજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે લેખિતમાં માંગણી કરવા છતાં છ છ માસથી જવાબ આપવામાં આવતા નથી. 
આ ઉપરાંત એલ. એન. પરમાર (ચેરમેન સામાજિક ન્યાય) તરફથી પણ વિકાસની ગ્રાન્ટ અંગે રોષ ઠાલવવામાં આવ્યો હતો તથા સામાન્ય સભા પર સમયાંત્તરે નહીં બોલાવવા હોવાનો દરેક સભ્યોએ રોષ ઠાલવ્યો હતો. આમ લાંબા સમયે મળેલી જિલ્લા પંચાયતની સભા તોફાની રહી હતી. 

Previous articleસ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં મહિલાઓ માટે વર્કશોપ યોજાયો
Next articleવિધાનસભાનું રૂપિયા ૧૩પ કરોડના ખર્ચે રિનોવેશન ચાલુઃબીજી તરફ પોપડા ઉખડ્યા