સિદસર-બુધેલ રોડ પરથી ટોરસ ટ્રકમાંથી 112 પેટી ઇંગ્લીશ દારૂ સાથે બે ઝડપાયા

1475

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ ગત રાત્રીના સમયે ભાવનગર આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. એચ.સી.ચુડાસમા તથા સ્ટાફના માણસોએ સીદસર-બુધેલ રોડ, સુરજ હોટલ પાસેથી ટ્રક નંબર GJ.14.X.4643 માં ચોર ખાનુ બનાવીને છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૧૧૨, બોટલ નંગ-૧૩૫૨ કિ.રૂ. ૪,૨૯,૬૦૦/- તથા ટોરસ ટ્રક તથા મોબાઇલ ફોન-૨ સહિત કૂલ કી.રુ. ૧૦,૩૨,૧૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) અમીનભાઇ દાદુભાઇ સારા ઉવ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.ટીંબી, કુમારશાળાની બાજુમાં, ઉટવાડા રોડ, તા.જાફરાબાદ, જી.અમરેલી (૨) હનીફભાઇ ઉર્ફે હનો મોહમદભાઇ સરવૈયા ઉવ.૨૬ ધંધો.કલીનર રહે. ટીંબી, રામાપીરના મંદીરની પાછળ, તા.જાફરાબાદ, જી.અમરેલી વાળાને પકડી પાડેલ બન્ને ઇસમો તથા સદરહુ દારૂનો જથ્થો આપનાર ઇસમ સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ. સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના એ.એસ.આઇ. પ્રદીપસિંહ સરવૈયા તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. જગદેવસિંહ ઝાલા તથા સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી તેમજ વરતેજ પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી. ચુડાસમા સાહેબ તથા સ્ટાફના એ.એસ.આઇ. આર.કે.ગોહીલ તથા હેડકોન્સ. લગ્ધીરસિંહ ઝાલા તથા પ્રકાશભાઇ ગોલેતર તથા પો.કોન્સ. કીરીટભાઇ સોરઠીયા તથા નરેન્દ્રસિંહ ગોહીલ વિગેરે જોડાયા હતા.

Previous articleલૂક એન લર્ન દ્વારા ધાર્મિક પ્રદર્શનનું આયોજન કરાયું
Next articleનંદકુવરબા મહિલા કોલેજ દ્વારા રમો તો જમો શિષર્ક અંતર્ગત નવતર કાર્યક્રમ યોજાયો