સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

933

સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ ના વરીયા પરિવાર દ્વારા વાર્ષિક સ્નેહમિલન,સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઈનામ વિતરણ સમારોહ -2020 નું આયોજન ૫ જાન્યુઆરી ને રવિવારના રોજ લાડલી ફાર્મ અને શુકન ફાર્મ,ડભોલી, કતારગામ ખાતે રાખવામાં આવ્યું હતું.જેમાં બેટી બચાઓ,બેટી પઢાઓ, સ્વચ્છ સુરત-સુંદર સુરત, રક્તદાન,વૃક્ષો વાવો-વૃક્ષો બચાવો, ટ્રાફીક, RTE વિશે માગૅદશૅન, પ્રદુષણ અટકાવો દેશ બચાવો આ તમામ વિષય પર જાગૃત તા વિશે માગૅદશૅન અને બાળકો દ્વારા જાગૃતિ લાવવા વિવિધ કૃતિ ઓ રજું કરવામાં આવી હતી,તદઉપરાંત મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવા માં આવ્યો હતો જેમાં વરીયા પરીવાર ના સભ્યો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં વરીયા પરીવાર ના નામ થી ‘વરીયા પરીવાર’ યુ ટ્યુબ ચેનલ પણ ચાલું કરવામાં આવી હતી.કમીટી સભ્યો એ જણાવ્યું હતું કે આ ચેનલ ના માધ્યમ થી આ કાર્યક્રમ જોઈ શકાશે તદઉપરાંત આગામી દિવસો માં જે જે કાર્યક્રમ કરવા મા આવશે તે મુકવામાં આવશે.આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો મોટા નુરાપીર આશ્રમ:-ધોબા થી પરમ પૂજ્ય ભરતદાસ બાપુ,નીલેશભગત (કથાકાર),પરમ પૂજ્ય બંસીદાસ બાપુ (બાઢડા),પુજ્ય ગોરધનદાસ ભગત (ગીદરડી:-આશ્રમ),શિલદાસ બાપુ વગેરે સંતો ઓ ઉપસ્થિત રહી આશિવૅચન આપ્યો હતા.અતિથિ વિશેષ તરીકે સુરત શહેરના મેયર જગદીશભાઈ પટેલ,ધારાસભ્ય વિનુભાઈમોરડીયા,ધારાસભ્ય કાંતિભાઈ બલર,સુરત શહેરના પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા,શ્રી સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલભાઈ પાંડવ,શ્રી.સ.વા.પ્ર. જ્ઞા. સુરત વિભાગના પ્રમુખ કનૈયાલાલ ઉનાગર. તેમજ સમાજના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકીય આગેવાનો, જાણીતાઉધોગપતિઓ, પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અતિથિ નું સ્વાગત અને આવકાર,અનુદાન, અતિથીઓનું પુષ્પકુંજ થી સન્માન કરવામાં આવ્યું હતું પુરસ્કાર વિતરણ,સાંસ્કૃતિક કાર્યક્રમ,જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી,વરીયા પરીવાર ના તેજસ્વી વિદ્યાર્થી ઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.અને પરીવાર રત્નો નો પણ એવોડૅ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમ ના અંત માં રાષ્ટ્રગાન નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.અને કાર્યક્રમના અંતમાં સૌ સાથે બેસીને ભોજન લીધું હતું,તેમજ મહાપ્રસાદ સ્વરૂપે નુરાપીર દાદા નો મણીંદો રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમની અંતમાં રાસ ગરબાની રમઝટ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ ની અંદર સેલ્ફી જોન પણ મુકવામાં આવી હતી એ સૌથી વધું આકષૅણ નું કેન્દ્ર બન્યું હતું.વરીયા પરીવાર ના કમીટી સભ્યો એવા પ્રમુખ: જયેશભાઇ હરજીભાઈ વરિયા,ઉપપ્રમુખ: કલ્પેશ હરજીવનભાઈ વરિયા, ઉપપ્રમુખ: વિજયભાઈ સાદુળભાઈ વરિયા, મંત્રી:ભરતભાઇ જીવરાજભાઈ વરિયા,સહમંત્રી: ડો.રાજેશભાઇ જીવરાજભાઈ વરિયા, ખજાનચી: જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઇ વરિયા, સહખજાનચી: ભુપેન્દ્રભાઈ વિનોદભાઈ વરિયા, સંકલનમંત્રી: ભાવેશભાઈ રામજીભાઈ વરિયા સહિત તમામ સભ્યો એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માં તમામ સ્વયં સેવકો,તમામ ગામના પ્રતીનીધી,તમામ કમીટી ના સભ્યો ઓ ના સાથ અને સહકાર થી આ કાર્યક્રમ ને અદભુત સફળતા પ્રાપ્ત થય છે એ બદલ અમે તમામ નો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. તદઉપરાંત એ પણ જણાવ્યું હતું કે આજે અમને વરીયા પરીવાર ના એકતા ના દશૅન થાય છે. માટે અમે આશા રાખીએ છીએ કે આવી ને આવી જ રીતે અમને સાથ આપતા રહેજો જેથી ભવિષ્યમાં આના થી પણ સારા કાર્યક્રમો નું આયોજન આપણે સૌ સાથે મળી ને કરતા રહીએ આપણી એકતા માં વધારો થાય એવી અમે આશા રાખીએ છીએ.તેમજ ઉપસ્થિત રહેલા,વડીલશ્રીઓ,શુભચિંતકો,અતિથી વિશેષ,સાધુ સંતો,તેમજ વરીયા પરીવાર ના તમામ સભ્યો નો પણ દિલ થી આભાર વ્યક્ત કરીએ છીએ‌. આ કાર્યક્રમ માં ખુબ જ મોટી માત્રામાં વરીયા પરીવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને અદભુત સફળતા પ્રાપ્ત કરાવી અને આ આયોજન ને સૌથી વધુ યાદગાર બનાવ્યું.

તસ્વીર:- વિરલ વરીયા (સુરત)

Previous articleક્રિમિનલ બાર એસોસિએશન ભાવનગર દ્વારા પોસ્ટકાર્ડ લખી CAA 2019 ના કાયદા ને સમર્થન
Next articleગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘણી દ્વારા પતંગ અને બિસ્કીટ વિતરણ કરાયું