અલંગ તાબેના સથરા ગામ માંથી ઇગ્લીશ દારૂનો જથ્થો બોટલ નંગ-૯૬ કુલ રૂ. ૨૮,૮૦૦/- સાથે એક ઇસમને ઝડપી લેતી એલસીબી

963

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા ગ્રામ્ય પંથકમાં દેશી દારૂ તથા વિદેશી દારૂની બદી નેસ નાબુદ કરવા માટે સખ્ત સુચના કરેલ

જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે અલંગ તાબેના સથરા ગામના ગોપાલભાઇ સુખાભાઇ બારૈયા તથા જીતુભાઇ સુખાભાઇ બારૈયા પોતાના કબ્જા ભોગવટા ના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રેઇડ કરતા રેઇડ દરમ્યાન જીતુભાઇ સુખાભાઇ બારૈયા રહે. સથરા ગામ તા. તળાજા જી.ભાવનગર વાળો હાજર મળી આવતા તેને સાથે રાખી રહેણાક મકાનમાં ઝડતી તપાસ કરતા રહેણાક મકાન માંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૯૬ કિ.રૂ. ૨૮,૮૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૫૫૦૦/- મળી કુલ કિ.રૂ. ૩૪,૩૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો ભાવનગર જીલ્લાના અલંગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાવેલ છે. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો હે.કો. વનરાજભાઇ ખુમાણ હે.કો.ભયપાલસિંહ ચુડાસમા પો.કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા, વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleવેળાવદર પોલીસે 6.48 લાખનો દારૂ સાથે એક ઇસમ ને ઝડપી લીધો
Next articleઘોઘાગેઇટ ખાતે વેપારીઓ દ્વારા ઓનલાઈન મોબાઈલ વેચાણના વિરોધ માં સૂત્રોચ્ચાર