ધંધુકા સતવારા સમાજ કેરીયર એકેડેમી દ્વારા પુસ્તકનું વિતરણ

1303
guj2732018-4.jpg

ધંધુકા સતવારા સમાજ કેરીયેર એકેડેમી દ્વારા સતવારા સમાજના વિદ્યાર્થીઓ કે જેઓને સરકારી નોકરી મેળવવા ઈચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓને જનરલ નોલેજ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કેરીયર એકેડેમીના શિક્ષકો દ્વારા પુસ્તક વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ધંધુકા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. આર.બી.રાણા હાજર રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી તૈયારી કેવી રીતે કરવી એનું માર્ગદર્શન આપ્યુ હતું.
વધુમાં કેરીયર એકેડેમી દ્વારા વિદ્યાર્થીઓને વાંચવામાં તકલીફ ન પડે તે માટે એ.સી. લાઈબ્રેરીનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ લાઈબ્રેરીમાં વિવિધ પ્રકાશનોના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આ એકેડમીમાં સમાજની છોકરીઓને ફિ માં શિક્ષણ આપવામાં આવે છે.
આ પ્રસંગે સતવારા સમાજનાં આગેવાનો દ્વારા તેમજ તજજ્ઞ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ કેવી રીતે આવવું અને સમાજને શિક્ષણની એક ઉંચાઈ ઉપર કેવી રીતે લઈ જવુ એનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Previous articleરાજુલાના ખાંભલીયા ગામની શાળામાં એક શિક્ષીકા આઠ વર્ષથી ગેરહાજર !
Next articleનંદકુંવરબા કોલેજમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત