ભાવનગર આર.ટી.ઓ.દ્વારા માર્ગ સલામતી સપ્તાહના પ્રારંભે ભાવનગરની વિવિધ શાળાના ૪૦૦૦ જેટલા બાળકો અને ટ્રાફિક જવાનોએ ટ્રાફિક જનજાગૃત્તિ રેલી યોજી માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો.
રેલીમાં નાની ઉંમરના બાળકો દ્વારા વાહન ચલાવવાના ભયસ્થાનો, સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમન, રોડ સાઇનેજીસની સમજ તથા જન જાગૃતિના પ્રચાર સહિત ટ્રાફિક નિયમોના પાલન માટે લોકોને જાગૃત્ત કરવામાં આવ્યા હતા. અકસ્માતો ન થાય તે માટે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન સ્વયં શિસ્તથી કરવા માટે “કડક સુરક્ષા, જીવન રક્ષા”, “નો લાઇસન્સ, નો ડ્રાઈવીંગ”, “સીટ બેલ્ટ બાંધો” જેવા વિવિધ સ્લોગન દ્વારા સૌને અનુરોધ કર્યો હતો. રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.