ગાડા માર્ગથી પણ બદતર હાલતમાં વઢેરાથી ચિત્રાસર સ્ટેટ હાઈ-વે

914
bvn2832018-9.jpg

જાફરાબાદ તાલુકાના વઢેરાથી ચિત્રાસર ભાડા સ્ટેટ હાઈવે ૬ વર્ષ પહેલા બનેલ રોડ પણ આજ બન્યો ગાડા માર્ગથી બહેતર ૧ર ગામોની જનતા ત્રાહીમામ પોકારી રહી છે. આ બાબતે રોડ નવો તાત્કાલિક બનાવવા માજી તાલુકા પ્રમુખ નાજુભાઈ બાંભણીયાએ હાલના તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયા દ્વારા વઢેરા, ચિત્રાસર, ભાડા સહિત આજુબાજુના તથા રોડ ટચ બલાણા, રોહીસા, ધારાબંદર, ચિત્રાસર નાના મોટા સાકરીયા, ધેસપુર, સોખડા, કડીયાળી, ધોળાદ્રી વડલી, કેરાળા ભાડા, ટીંબી સુધીનો નવો રોડ બનાવવા ર૦ ગામોની જનતા દ્વારા માજી તાલુકા પ્રમુખ નાજભાઈએ કરણભાઈ બારૈયા તાલુકા પ્રમુખ જાફરાબાદ દ્વારા અમરેલીથી ગાંધીનગર સુધી કરાઈ રજુઆત જો તાત્કાલિક નવો રોડ નહીં બનાવાય તો જનતા રોડ પર આવી જશે. અને પ્રથમ ગાંધી ચીંન્ધા માર્ગે જઈ જલદ આંદોલન કરવા ચક્રોગતિમાન થયા છે. કોઈ દર્દીઓને દવાખાને લઈ જવા હોય કે પ્રસુતી બાબતે દવાખાને ઈમરજન્સી લઈ જવાની ફરજ પડે છે પણ તે મહિલા દવાખાને પહોંચતા પહેલા કેટલીય વખત નવા જુની બની જવા પામી છે. માટે તાત્કાલિક નવો રોડ બનાવવા ગંભીરતા પુર્વક તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાએ ગાંધીનગર સુધી રજુઆતો લેખીતમાં તેમજ રૂબરૂ અને લાગતા વળગતા તંત્રના અધીકારીઓને રજુઆતોનો દોર શરૂ કરાયો છે. અને તંત્ર આ બાબતે ધ્યાન નહીં આપે તો આવનાર સમયની જનતાની જે કાઈ કાર્યવાહી થશે તેની જવાબદારી તંત્રની રહેશે. 

Previous articleધારાસભ્યોનું સસ્પેન્શન રદ થતા રાજુલા કોંગ્રેસ દ્વારા ઉજવણી કરાઈ
Next articleવેપારીઓને પક્ષીઓ માટે માળા, કુંડાનું વિતરણ