ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા ની ઉપસ્થિતિ માં વલભીપુર તથા ઉમરાળા માં યોજાશે સંવાદ કાર્યક્રમ

673

તારોખ 26 જાન્યુઆરી ના રોજ બપોરે ર કલાકે વલભીપુર ના વાઘેશ્વરી માતા ના મંદિર ખાતે તથા 27 જાન્યુઆરી એ સવારે 9 વાગે ચોગઠ તા ઉમરાળા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા ના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે  સમગ્ર ગુજરાત માં કાર્યકર્તા અને પ્રદેશ કક્ષાના નેતાઓ વચ્ચે સીધી વાત થાય , જમીન પર ની વાસ્તવિકતાઓ થી પ્રદેશ નેતૃત્વ ને જમીન સ્તર ના કાર્યકર્તાઓ અવગત કરી શકે અને કોંગ્રેસ નું સંગઠન બુથ સુધી સક્રિય બને એ હેતુ થી પ્રદેશ કક્ષાએથી આ આયોજન થયેલ છે અગાઉ અમિતભાઇ ચાવડા ગારીયાધાર અને જેસર ના કાર્યકર્તા સાથે સંવાદ યોજી ચુક્યા છે તે જ શૃંખલા ને આગળ વધારતા તારીખ 26 મી ના રોજ બપોરે 2 વાગે વલભીપુર ખાતે અને તારીખ 27 ના રોજ સવારે 9 વાગે ઉમરાળા ના ચોગઠ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાનાર છે


આ કાર્યક્રમ માં જીલા અધ્યક્ષ પ્રવીણભાઈ રાઠોડ ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ પ્રદેશ પ્રતિનિધિ નાનુભાઈ ડાખરા જીલા પ્રદેશ ના સિનિયર આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપશે તથા પ્રદેશ ની એક પ્રશિક્ષણ ટિમ સંજયસિંહ સરવૈયા ની આગેવાની માં પ્રશિક્ષણ માટે હાજર રહેશે
કાર્યક્રમ માં તાલુકા જીલા સંગઠન ના તમામ હોદેદારો , જીલા તાલુકા પંચાયત પાલિકા ના ચૂંટાયેલા ચૂંટણી લડેલા સભ્યો , ઉમેદવારો , જીલા સીટ તાલુકા સીટ ના સંયોજકો , બુથ માં નિયુક્ત જનમિત્ર , ફ્રન્ટલ ચેરમનો હોદેદારો સહકારી આગેવાનો ને હાજર રહેવા વલભીપુર પ્રમુખ મનસુખ મકવાણા , ઉમરાળા તાલુકા પ્રમુખ હરિચંદ્રસિંહ ગોહિલ , વલભીપુર શહેર પ્રમુખ ભાવિક ધાનાની એ બંને તાલુકામા અપેક્ષિતો ને પોત પોતાના તાલુકા માં હાજર રહેવા જાણ કરેલ છે.

તસ્વીર : ધર્મેન્દ્રસિંહ સોલંકી ( વલ્લભીપુર)

Previous articleસુરત,પ્રેરણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ મી જાન્યુઆરી ના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
Next articleગુરૂદેવ ટ્રાવેલ્સ લકઝરી બસ માથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ.૭૨ કિ.રૂ.૩૭૪૪૦/- એમ મળી કુલ ૧૦,૪૭,૮૪૦/- નો મુદામાલ પકડી પાડતી ભાવનગર જીલ્લાની ગારીયાઘાર પોલીસ.