સિંઘમ-૩ અને ગોલમાલ-૫ બંને ફિલ્મોને લઇ તૈયૌરીઓ

513

અભિનેતા અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે મળીને કોઇ ફિલ્મને લઇને હમેંશા ચાહકોને ઉત્સુકતા રહે છે. કારણ કે ચાહકો સારી રીતે જાણે છે કે આ બંનેની જોડી રોમાંચક અને મનોરંજન ફિલ્મ આપી શકશે. જો કે હવે જાણવા મળ્યુ છે કે રોહિત શેટ્ટી અને અજય દેવગન એક સાથે બે ફિલ્મ પર સાથે કામ કરવા જઇ રહ્યા છે. રોહિત શેટ્ટી અને અજય દવગન હવે સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મ કરવા જઇ રહ્યા છે. જો કે બંને ફિલ્મો પૈકી પ્રથમ કઇ ફિલ્મ બનાવવામાં આવનાર છે તેને લઇને દુવિધા છે. હાલમાં મિડિયા ઇન્ટરવ્યુમાં અજય દેવગને કહ્યુહતુ કે રોહિત શેટ્ટી સિંઘમ-૩ તેમજ ગોલમાલ-૫ ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. બંને ફિલ્મમાં અજય દેવગન પણ હિસ્સો તરીકે રહેનાર છે. જો કે અજય દેવગનના કહેવા મુજબ હાલમાં કેટલીક દુવિધા છે. પહેલા સિંઘમ-૩ બનાવવામાં આવનાર છે કે પછી ગોલમાલ-૫ ફિલ્મ બનશે તેને લઇને ભારે દુવિધા છે. રોહિત શેટ્ટી હાલમાં કોઇ તારણ પર પહોંચી શક્યા નથી. અજય દેવગન ફરી એકવાર ચર્ચામાં છે. કારણ કે તાનાજી ધ ગ્રેટ વોરિયર નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ છે. ફિલ્મની કમાણી ૨૦૦ કરોડથી ઉપર પહોંચી ગઇ છે. અજય દેવગન અન્ય ફિલ્મોને લઇને પણ વ્યસ્ત છે.
તે રોહિત શેટ્ટીની જ ફિલ્મ સુર્યવંશીના શુટિંગમાં પણ વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડર રોલમાં નજરે પડનાર છે. અજય દેવગનને એક એક્શન સ્ટાર તરીકે જોવામાં આવે છે. તેની એક્શન ફિલ્મો હમેંશા ચાહકોને પસંદ પડે છે. તાનાજી ફિલ્મને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રોહિત શેટ્ટી પણ હાલમાં કેટલાક શોને લઇને વ્યસ્ત છે. તે ખતરો કે ખેલાડીમાં હમેંશા જોવા મળે છે. રોહિત શેટ્ટી અજય દેવગન સિવાય હવે શાહરૂખ, રણવીર સાથે પણ ફિલ્મ કરી ચુક્યો છે. હવે અક્ષય સાથે ફિલ્મ છે.

Previous articleસારા અલી ખાન સાતથી વધુ ફિલ્મોને અસ્વીકાર કરી ચુકી
Next articleમલંગ ફિલ્મ માટે જોલીથી દિશા પટનીની પ્રેરિત થઇ