મહુવા તાલુકાની આંગણકા શાળાના મુખ્ય શિક્ષક પ્રવીણભાઈ મકવાણાએ આંગણકા શાળામાંથી નાના
ખુંટવડા શાળામાં બદલી થતાં માતૃસંસ્થા આંગણકા શાળાને વિદાય પ્રસંગે 21300/- રૂપિયાના આહુજા
માઇક સિસ્ટમ બાળકો માટે ભેટ આપી હતી. આ વિદાય પ્રસંગે શાળાના બાળકો અને શિક્ષકોએ પ્રવીણભાઈ
મકવાણા શિક્ષક કાર્યો અને મૂલ્યલક્ષી પ્રેરક પ્રસંગો દ્વારા વાલીઓ તેમજ ગ્રામજનોએ ભાવુક બની મુખ્ય
શિક્ષક પ્રવીણભાઈ મકવાણાને વિદાય આપી હતી.