રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં બેટી બચાવો, બેટી પઠાઓ સેલ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “ બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત તાજેતરમાં તલોદ સાયન્સ કોલેજ ખાતે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલની અધ્યક્ષતામાં એક જાગૃતિ કાર્યક્રમ યોજયો હતો.
સમગ્ર રાજ્યમાં “બેટી બચાવ બેટી પઠાઓ” સપ્તાહની ઉજવણી તાજેતરમાં તા. ૨૦ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી અને દિકરીઓને દિકરા જેવો આદર ભાવ આપવામાં આવે અને દિકરી-દિકરો એક સમાન તક આપી ઉછેર કરવામાં આવે તે માટે જાગૃતિ અભિયાનો થકી નાટકો અને રેલીઓ યોજવામાં આવી. દિકરીને જન્મ આપવામાં આવે અને સ્ત્રી-ભ્રૃણ હત્યા રોકવામાં આવે તે હેતુથી સમગ્ર જિલ્લામાં જાગૃતિ અભિયાન ચાલાવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકામાં દિકરી જન્મદર વધુ છે.જે આવકારવાદાયક છે અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં ૯૧૭ જેન્ડર રેસીયોની તેની સામે તલોદ તાલુકામાં ૧૦૧૭ જેન્ડર રેસીયો છે. જે આ તાલુકાની પ્રસંશાપાત્ર સિધ્ધિ સમાન છે. તેમજ આ પણા જિલ્લાએ ગૌરવ લેવા જેવી બાબત છે. દિકરીઓ આજે દરેક ક્ષેત્રમાં દિકરાઓ સાથે કદમ મિલાવી આગળ વધી રહી છે ત્યારે તેમને દિકરા સમાન તક આપી આગળ વધવામાં માતા-પિતા તેમજ અધ્યાપકોએ અને સમાજે પ્રોત્સાહન પુરુ પાડી મદદરૂપ થવુ જોઇએ.
આ કાર્યક્ર્મમાં મહિલા સુરક્ષા તથા મહિલા કલ્યાણલક્ષિ યોજનાઓ કાયદાઓની માહિતીથી વાકેફ કરી વિસ્તૃત સમજ આપી મહિલાઓ અને વિધાર્થીનીઓને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મમાં “બેટી બચાઓ બેટી પઢાઓ”ના શપથ તથા સિગ્નેચર ડ્રાઈવ કેમ્પેન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્રારા વ્હાલી દિકરી યોજના અમલમાં મૂકી છે. તેમજ આ કાર્યક્ર્મ જેમના માટે યોજાયો હતો તેવી વ્હાલી દીકરીના માતા-પિતા લાભાર્થીઓને પ્રમાણપત્રો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્ર્મમાં મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા ,મામલતદારશ્રી તલોદ,સાયન્સ ,આર્ટ્સ અને કોમર્સ કોલેજના આચાર્યશ્રી ,અધ્યાપકશ્રીઓ,અધિકારી ગણ,મહિલા અને બાળ અધિકારી, રક્ષણ અધિકારી, મોટી સંખ્યામાં વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓ અને કોલેજની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને આ સમગ્ર કાર્યક્ર્મને હર્ષભેર વધાવ્યો હતો.