પાલીતાણા ખાતે પીજીવીસીએલ કોલોનીમાં રાખેલ કેબલ વાયરના જથ્થામાં આગનો બનાવ બનતા ફાયર સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. બનાવ સ્થળે ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી અને આ બળી ગયેલ કેબલ વાયર અગાઉ પકડેલ કૌભાંડનો મુદ્દામાલ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણા ખાતે પીજીવીસીએલ કચેરીની સામે આવેલ કોલોનીમાં રાખેલ કેબલ વાયરના જથ્થામાં આગનો બનાવ બન્યો હતો. આગમાં આશરે એકાદ લાખનું નુકશાન થવાનું પીજીવીસીએલના અધિકારી પરીખે જણાવ્યું હતું. આગમાં બળી ગયેલ કેબલ વિશે પુછતાં તેમણે મુદ્દામાોમાં પકડાયેલ કેબલ ન હોવાનું જણાવ્યું હતું.