શહેરના નવાપરા ડીએસપી ઓફીસની સામેના ખાંચામાં સિન્ધુ કેમ્પ રામજી મંદિરની સામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતાં પાંચ ઈસમોને એલસીબી ટીમે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધા છે.
ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં પો.કોન્સ. શકિતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,નવાપરા,મનુભાઇ ગાંઠીયાવાળાની દુકાનની સામેનાં ખાંચામાં સિંધુ કેમ્પ,રામજી મંદીર સામે જાહેર રોડ ઉપર ઇલેક્ટ્રીક થાંભલાની લાઇટના અંજવાળે અમુક માણસો ભેગાં મળી ગંજીપતા નાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નટુભાઇ ભાઇલાલભાઇ ઓઠ (ઉ.વ.૪૨ રહે.કાળીયાબીડ, શક્તિમાંના મંદીરવાળા ખાંચામાં, ભાવનગર), નરેશભાઇ જયંતિભાઇ બારૈયા (ઉ.વ.૩૮ રહે.નવાપરા,રસાલા કેમ્પ, લાકડાવાળો વંડો,ભાવનગર), અમિતકુમાર પુરણમલ વિશ્વાણી (ઉ.વ.૨૭ રહે.નવાપરા, રસાલા કેમ્પ, ભાવનગર), જિગ્નેશભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૮ રહે. નવાપરા, રસાલા કેમ્પ, ભાવનગર), દિનેશભાઇ મોહનભાઇ રામચંદાણી (ઉ.વ.૨૫ રહે.ઘર નં.૨૨૯૨,ભરતનગર, શિવનગર, ભાવનગર) કુલ-૫ માણસા ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૦,૧૧૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશન માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા, પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા, એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા, ભહિપાલસિંહ ચુડાસમા, શકિતસિંહ ગોહિલ, ભરતભાઇ જોષી, કેવલભાઇ સાંગા, મિનાજભાઇ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.