મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમા ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમો યોજાયો

619

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’ના સ્વપ્નને સાકાર કરવા તેમજ કુપોષણને દેશવટો આપી ભાવિ પેઢીને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવવાના આશયથી ‘ગુજરાત પોષણ અભિયાન-૨૦૨૦-૨૨’નો રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ મહુવા તાલુકાના બગદાણા અને મોટી જાગધાર ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ત્રીજા દિવસે ભાવનગર મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમોનુ આયોજન ઝવેરચંદ મેઘાણી હોલ,સરદાર નગર તથા મહારાજા તખ્તસિંહજી હોલ, બોરતળાવ ખાતે કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભૃણ હત્યા અટકાવવા દેશવ્યાપી અભિયાન હાથ ધર્યુ, તેમજ મહિલાઓના ઉત્થાન માટે કન્યા કેળવણીની શરૂઆત કરી તેજ રીતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનુ એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે સમગ્ર દેશમા પ્રથમ વખત પોષણ અભિયાન શરૂ કરાવ્યુ. આ અભિયાન અંતર્ગત કુપોષિત બાળકની યોગ્ય દેખભાળ લઈ શકાય તે હેતુથી એક કુપોષિત બાળક દિઠ એક પાલકવાલી ની વ્યવસ્થા ઉભી કરવામા આવી. વધુમા મંત્રીએ જણાવ્યુ હતુ કે હાલ ભાવનગરમા આંગણવાડીમા આવતા ૨૨૦૦૦ બાળકોમાથી ૧૧૮૨ બાળકો કુપોષિત છે.જો આ બાળકો,કિશોરીઓ, તેમજ સગર્ભા માતાઓ આંગણવાડીમાથી આપવામા આવતા નિશુલ્ક પોષણ આહારનુ નિયમિત સેવન કરે તો એક્પણ પૈસો ખર્ચ્યા વિના કુપોષણ મુક્ત બની શકે છે.આ માટે સરકાર દ્વારા ૧,૬૦૦ મેટ્રીક ટન જથ્થો આંગણવાડી સુધી પહોચતો કરવામાં આવે છે. અને તેથી જ આજે રજૂ થયેલ બજેટમા પણ સરકાર દ્વારા ૩૫ હજાર કરોડ રૂપિયા પોષણ માટે ફાળવાવામા આવ્યા છે. રાજ્યમંત્રીએ ઉપસ્થિત સૌ કોઈને આંગણવાડી કાર્યકર, આશાવર્કર તથા એ.એન.એમ. તેમજ પાલકવાલીની આ અભિયાનમા મહત્વ તેમજ ભુમિકાથી ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા સગર્ભા સ્ત્રીઓ વિશેની કાળજી પર વિશેષ ભાર મુકતા મંત્રીએ જણાવ્યુ હતુ કે ઘરની સગર્ભા સ્ત્રી જમે ત્યારબાદ જ ઘરના અન્ય સભ્યો જમે તેવો સૌ નિશ્ચય કરીએ અને સૌ સાથે મળી સુપોષિત સમાજનુ નિર્માણ કરીએ.

મંત્રીએ આંગણવાડીઓની મુલાકાત લઈને પોષણ અભિયાનની વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. કાર્યક્રમમાં પોષણ આરતી, અન્નપ્રાશન વિધિ તથા ટી.એચ.આર. વિતરણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પોષણ અદાલતનુ નાટક ભજવી તેમજ રંગલા-રંગલી નાટીકા તથા પોષણ ગરબા દ્વારા સગર્ભા માતાઓ, કુપોષિત બાળકો તેમજ કિશોરીઓને પોષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. બાળ તંદુરસ્તી અને વાનગી હરીફાઇનું ઇનામ વિતરણ તેમજ પાલક દાતાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી સુપોષિત નિધીમાં સહયોગ આપવા ભાવનગરના દાતાઓ આગળ આવ્યા હતા જેમા સર્વ સંદિપસિંહ ગોહિલ દ્વારા ૫૧,૦૦૦, ગૌરવભાઇ સેઠ દ્વારા ૫૦,૦૦૦, રિયાઝભાઇ મસાણી દ્વારા ૫૦,૦૦૦ તેમજ અંજનેય બિલ્ડર્સ દ્વારા રૂ.૫૦,૦૦૦ના સહયોગની જાહેરાત કરાઇ હતી. જેઓનુ આ તકે રાજ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર મનહરભાઇ મોરી, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોકભાઇ બારૈયા, નગર પ્રાથમિક સમિતીના ચેરમેન નિલેશભાઇ રાવલ, સામાજિક કલ્યાણ સમિતીના ચેરમેન દિવ્યાબેન, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, કમિશનર એમ.એ.ગાંધી, નાયબ કમિશનર ગોહિલ, આરોગ્ય અધિકારી ડો.સિન્હા, પ્રોગ્રામ ઓફિસર સાવીત્રીબેન સહિત વિદ્યાર્થીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસુરત જેલનો ખુન કેસનો પેરોલ જમ્પ કરેલ આરોપી ને ઝડપી લેતી ભાવનગર એલીસીબી
Next articleરાષ્ટ્રીય એકતા મંચ દ્વારા CAA ના સમર્થનમાં ભવ્ય રેલી નું આયોજન