પ્રાણીન ફાઉન્ડેશન ના સંસ્થાપક અને અગ્નિવીરના ગુજરાતના પ્રમુખ નેહાબેન પટેલ ને બાતમી મળેલી હતી કે સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના કોસાડી ગામે ગૌ હત્યા થવાની છે. જે માહીતી ના આધારે નવસારી, કિમ, કામરેજ અને બરોડા ના ગૌ રક્ષકો એ માંગરોળ પોલીસ ને સાથે રાખી ને કોસાડી ગામ માં રેડ કરતા આશરે 8000 kg થી પણ વધુ ગૌ માસ અને 1 પિક અપ ગાડી અને 1 ટાટા s ગાડી ઝડપી પાડી હતી.
આશરે રાત ના 3 વાગ્યા થી ગૌ રક્ષકો અને પોલીસે મળી ને સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. કોસાડી ગામ આજે ગૌ હત્યા માટે હબ જેવું બની ગયું છે. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2017 નો કાયદો એટલો કડક કાયદો હોવા છતાં રોજ ના રોજ કોસાડી માં અસંખ્ય ગૌ હત્યા થાય છે જેથી ગૌ રક્ષકો માં પણ રોષ ની લાગણી ફેલાઇ છે
સુરત જિલ્લા રેંજ આઈ.જી.રાજકુમાર પાંડીઅનનો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.એસઓજી પી આઈ એ પી બ્રહ્મભટ્ટ અને એલસીબી પી આઈ બી કે ખચ્ચર અને પીએસઆઇ કે ડી ભરવાડ અને પીએસઆઇ નાઈનો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.
માંગરોળ પોલીસ સ્ટાફ અને એસઓજી સ્ટાફ નો પણ ખૂબ સારો સહયોગ મળી આવ્યો હતો.
પ્રાણીન ફાઉન્ડેશન અગ્નિવીર સુરત અને જય મુરલિધર ગૌ રક્ષક સુરત અને વાછલ ગૌ રક્ષક યુવા ગ્રુપ સુરત નો ખુબ ખુબ આભાર નેહા બેન પટેલ, સુરેશભાઈ પુરોહિત, ભરતભાઈ ભરવાડ, નરેશભાઈ પુરોહિત, ભરતભાઈ વૈષ્ણવ, સંજયભાઈ ભરવાડ, ગોગો સંજયભાઈ ભાવાણી,આશિષભાઈ કાસોદરિયા, જયેશભાઈ ભરવાડ, હિતેશભાઈ ઇટાલિયા, પ્રવીણસિંહ દરબાર અને અન્ય ગૌ રક્ષકો નો સહયોગ મળી આવ્યો હતો.