ગાંજાનું વેચાણ તથા વહન કરતા બે ઇસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપાયા

638

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાં નશાયુકત ડ્રગ્સનું વેચાણ તથા વહન કરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા સુચના આપતા લીંબડી ડીવીજન ના નાયબ પોલીસ અધિક્ષક ડી.બી.બસીયા તથા પ્રો.નાયબ પોલીસ અધિક્ષક ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થતા વાહનોને ચેક કરી જીલ્લામાંથી આવી નશાયુકત ડ્રગ્સનું વેચાણ તથા વહન કરતા ઇસમો અંગે ખાનગી બાતમીદારોથી બાતમી મેળવવા સમજ કરેલ હોય જેથી એમ . એમ.ઠાકોર પો.સબ ઇન્સ.પાણશીણા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ હોય કે બગોદરા તરફથી એક સફેદ કલરના કેબીન વાળુ ટ્રેલર ટ્રક નં . GJ-12-BW-5012 માં ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ગાંજાનો જથ્થો પસાર થનાર છે તેવી હકિકત મળેલ હોય જેથી ઉપરી અધિકારીની સુચના મુજબ એસ.ઓ.જી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર એફ.કે.જોગલ તથા એ.એસ.આઇ.દાજીરાજસિંહ તથા એ.એસ.આઇ.પ્રવિણભાઇ તથા એચ.સી.હસુભાઇ તથા એમ.એમ.ઠાકોર પો.સબ ઇન્સ. પાણશીણા તથા એ.એસ.આઇ. દિનેશભાઇ સામતીયા તથા પો.કોન્સ.પ્રવિણસિંહ વિગેરે સ્ટાફના માણસો દ્વારા પાણશીણા ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી બગોદરા તરફથી આવી રહેલ ટ્રેલર ટ્રક નં . GJ-12-BW-5012 ને રોકી કોર્ડન કરી બે ઇસમો મળી આવેલ જેમાં ( ૧ ) ગનિભાઇ ઇબ્રાહીમભાઇ ઓડેજા જાતે – સિંધી મુ.માન ધંધો-ડ્રાઇવીગ રહે – આત્મરામ રીગરોડ લશ્કરી માતમ ઉપર ઝુપડપટીમાં ભુજ તા.ભુજ જી-કચ્છ તથા ( ૨ ) સરબજીતસિંગ ઉર્ફ સોનુ સન / ઓફ ગુરમીતસિંગ રામસીગ મહાલ જાતે-જાટ સીખ ઉ.વ ૩૧ રહે-ગાંવ-પટી બલોલ સુલતાનવિડ પિડ થાના બી-ડીવીઝન અમૃતસર તા-જી-અમૃતસર ( પંજાબ ) વાળાઓના કજા ભોગવટા વાળા ટ્રેલર ટ્રક માંથી બિનઅધિકૃત અને ગેર કાયદેસર રીતે ગાંજાનો જથ્થો ૨૧,૯૦૦ કિ.ગ્રા કિ.રૂ .૧,૩૧,૪૦૦/- તથા મોબાઈલ-૨ જેની કિ.રૂ ૨,૦૦૦/- તથા ટ્રક કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- તથા ટ્રેલરમાં ભરેલ લોખંડની પ્લેટ નંગ-૧૦ કિ . રૂ.૧૪,૧૫,૧૩૪.૫૨ /-મળી કુલ કિ.રૂ .૩૦,૪૮,૫૩૪.૫૨/-નો મુદામાલ સાથે મળી આવતા આરોપીઓ ( ૧ ) ગનિભાઇ ઇબ્રાહીમભાઇ ઓડેજા જાતે – સિંધી મુ.માન ધંધો-ડ્રાઇવીગ રહે – રામરીંગ રોડ લશ્કરી માતમ ઉપર ઝુપડપટીમાં ભુજ તા-ભુજ જી-કચ્છ ( ૨ ) સરબજીતસિંગ ઉર્ફ સોનું સન / ઓફ ગુરમીતસિગ રામસીગ મહાલ જાતે-જાટ સીખ ઉ.વ-૩૧ રહે-ગાંવ-પટી બલોલ સુલતાનવિડ પિડ થાના બી ડીવીઝન અમૃતસર તા.જી.અમૃતસર ( પંજાબ ) ( 3 ) ભુરાભાઇ ઓડાભાઇ નોતિહાર જાતે-સિંધી મુ.માન રહે.લાલપુર બસ સ્ટેન્ડ પાસે હરીજનવાસ ટેભડાવાળો રોડ જી.દેવભુમી દ્વારકા ( ૪ ) ઇમરાન ખલીફા રહે – લાલપુર જી.દેવભુમી દ્વારકા ( ૫ ) આંધ્રપ્રદેશ રાજ્યના તુણી જીલ્લાના નરસિંહપટન્મ રેલ્વે સ્ટેશન નજીકથી ગાંજો આપનાર અજાણ્યો ઇસમ વિરુધ્ધમાં પાણશીણા પો.સ્ટે.માં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પો.સ.ઇ.સી.કે. ખરાડી નાઓ ચલાવી રહેલ છે .

 

તસ્વીર અહેવાલ : ધર્મેન્દ્રસિંહ સોલંકી (વલભીપુર)

Previous articleપ્રાણીન ફાઉન્ડેશન દ્વારા ગૌ રક્ષકોએ 8000કિલોથી વધુ ગૌ માસ ઝડપાયું
Next articleગુજરાત રાજ્ય યોગબોર્ડ ચેરમેન શિષપાલજી રાજપૂત દ્વારા લોકોને યોગ શિક્ષક ની ટ્રેનીંગ વિશે માર્ગદર્શન આપ્યું હતું