કરચલીપરા ભરવાડવાડા પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમો સહિત અતુલ લોડીંગ રીક્ષા ઝડપાઈ

763

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો વહેલી સવારના વોચમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે બ્લુ કલરની અતુલ શકિત લોડીંગ રીક્ષા નંબર G J 23-AU-4550 માં (૧) રફિકભાઇ ઉર્ફે દાદા એહમદભાઇ શેખ રહે. શેલારશા ચોક ભાવનગર તથા (ર) મહમદહુસેન ઉર્ફે મમો મહેબુબભાઇ બેલીમ ઉવ. ૨૧ રહે. અમીપરા ભાવનગર વાળા નામના ઇસમો અતુલ લોડીંગ રીક્ષામાં ભારતીયબનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને મળી આવતા તેના કબ્જાની લોડીંગ રીક્ષા માંથી (૧) MCDOWELLS -SUPERIORE WHISKY લખેલ છે.અને ૭૫૦ મીલી દારૂ ભરેલ છે.તે બોટલો નંગ-૫૪૦ કિ.રૂ ૧,૬૨,૦૦૦/-(ર) KINGFISHER STRONG FRESH DRAUGHT BEER લખેલ છે.અને ૫૦૦ મીલી બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ. ૧૨,૦૦૦/- (૩) સેમસંગ મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦/- (૪) અતુલ લોડીંગ રીક્ષા G J 23-AU-4550 કિ.રૂ.૭૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૨,૪૪,૫૦૦/-ના મુદામાલ સાથે પકડાઇ તો મજકુર બંન્ને ઇસમો વિરૂધ્ધ પ્રોહી.એકટ કલમઃ-૬૫(એ)(ઇ), ૧૧૬બી, ૮૧, ૯૮(ર) મુજબ ગુન્હો કરેલ હોય ઘોરણસર અટકાયત કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડકોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા ઘનશ્યામભાઇ તથા જયરાજસિંહ જાડેજા પો.કો. ઇમ્તીયાઝ પઠાણ, તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

Previous articleસાંઢીયાવાડ બામીયાપીરની દરગાહ પાસેથી જુગાર રમતા આઠ ઈસમને રોકડ રૂ.૨૧૪૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયા
Next articleભાવનગર સમસ્ત કોળી સમાજ સેવા મંડળ પારુલ સોસાયટી દ્વારા આયોજિત ઓગણીસમો સમૂહ-લગ્ન સમારોહ યોજાયો