હિંમતનગર શહેર ભાજપ દ્વારા આજરોજ સમર્પણદિન તરીકે કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે શહેરના છાપરીયા હનુમાનજી મંદીર પાસે આવેલ પંડીત દીનદયાલજીની પ્રતીમાને ફુલહારવીધી કર્યા બાદ જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલે જણાવેલ કે, સીએએ દેશની સામેના પ્રશ્નો ઉકેલાયા શાહીનબાગ જેવી ઘટનાઓ આ પ્રશ્ન આજનો ન હતો દેશ આઝાદી મળી ત્યારે પણ કાશ્મીરનો પ્રશ્ન, સરહદો, દેશના અન્ય પ્રશ્નો હતા. આપણી સરકારમાં ૩૭૦ કલમ, સીએએ, કાશ્મીરનો પ્રશ્ન-૩પ-એ, વિદેશ નિતીમાં આવા અનેક આપણી સરકારમાં પ્રશ્નો હલ કરવાનો મોકો મળ્યો છે. તેના કારણે દેશ વિરોધી તત્વો સક્રિય થઈને આપણી સરકારને- ભાજપને બદનામ કરવાના અનેક તત્વો સક્રીય થયા છે. જયારે પંડીતજી નહેરૂથી રાજીવ ગાંધી સુધી બધા જ વડાપ્રધાને કહેવુ પાકીસ્તાનમાં લઘુમતીઓની રક્ષા થવી જાઈએ તે લોકોએ પાકીસ્તાનને મુસ્લીમ રાષ્ટ્ર જાહેર કર્યુ જયારે આપણા પંડીત દીનદયાલજી નો વિચાર એકાત્મ માનવવાદ થકી અખંડ ભારતનો દરેક માણસનો સમાન અધીકાર હોય તેથી જ પંડીત દીનદયાલજી દેશના કુદરતી સંશોધનો પણ સમાન અધિકાર હોય તેમ તેમનો વિચાર હતો. જે.ડી.પટેલે વધુમાં જણાવેલ કે, પંડીત દીનદયાલજીના પુસ્તકો દરેકે વાંચવા જાઈએ. તેમનો મત હતો કે દેશમાં છેવાડાનો માણસની જરૂરીયાતોનું પણ સમાન ધ્યાન રાખીને કાર્ય કરવું જાઈએ અને તેથી જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તેજ રીતે કાર્ય કરી રહ્યા છે તે આપણા દેશના માટે આનંદની વાત છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવેલ કે, આજે દેશમાં અનેક લોકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. આપણા પ્રધાનમંંત્રી નરેન્દ્રભાઈએ કુપોષણ મુક્ત કરવા બીડુ ઝડપ્યુ છે. તેથી આપણે પણ કુપોષણ બાળક ન રહે તેની કાર્યકર્તા તરીકે જવાબદારી લઈએ.
પંડીત દીનદયાલજીના વિચારો સાથે મા ભારતીના પરમવૈભવ સુધી પહોંચાડવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પણ છેવાડાના માનવીનો વિચાર કરી વંચીતોનો વિકાસ કરવા અનેક વિધ યોજનાઓ મુકી છે. પૂર્વ જીલ્લા ભાજપ મહામંત્રી અતુલભાઈ દીક્ષીત્તે જણાવેલ કે, ર્ડાકટર હેડગેવારજીએ સંઘની સ્થાપના કરી પછી ગુરૂજી આવ્યા ત્યારે એ વખતે વિચાર આપેલો કે દેશમાં રાજકીય પક્ષમાં આપણી વિચારધારા વાળી પાર્ટી હશે તો ભારત માતાને ગૌરવભેર બનાવવા જનસંઘની સ્થાપના કરી સંઘમાંંથી જવાબદારી આપી તેમાં પંડીત દીનદયાલજી પણ હતા તેથી આજે ગુજરાત સરકારે પણ જે અંત્યોદય યોજના મુકી આવી અનેક યોજનાઓ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ મુકી તે પંડીત દીનદયાલજીનો વિચારને ધ્યાનમાં રાખીને મુકવામાં આવી જેમાં સ્વચ્છતા અભીયાન પણ પંડીત દીન દયાલજી સ્વચ્છ ભારતનું સ્વપ્નનું આજે સાકાર થતું જણાય છે. તેથી જ કેટલાક પરીબળો આજે આપણી નરેન્દ્રભાઈ મોદીની સરકારને બદનામ કરી રહી છે. તેનાથી આપણે સજાક થવાની જરૂર છે. પાલીકા પ્રમુખ અનિરૂધ્ધભાઈ સોરઠીયાએ જણાવેલ કે, આજે પંડીત દીનદયાલજીને શ્રધ્ધાંજલી આપી આજે સંકલ્પ કરીએ કે આપણે પણ તેમના બતાવેલા રસ્તે-વિચારોનું અનુકરણ કરીએ અને દેશ માટે સર્મપણ થઈને જરૂર જણાય ત્યાં આપણે આપણી ઉણપમાંથી બહાર આવી રાષ્ટ્રભક્ત બની કાર્ય કરીશું. પૂર્વ પાલીકા પ્રમુખ નિલાબેન પટેલે પણ સ્વચ્છતાના હિમાયતી હતા પંડીત દીનદયાલજી તો આપણે પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્ય કરી રહ્યા છે તેમના હાથ મજબુત કરીએ. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત બનાવીએ. શરૂઆતમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો આજે જન્મ દીવસ હોવાથી કેક કાપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં નિલાબેન પટેલ, અમૃતભાઈ પુરોહિત, હર્ષદભાઈ મિસ્ત્રીએ નિધીમાં ચેક જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલને આપેલ. સ્વાગત પ્રવચન શહેર ભાજપ પ્રમુખ હર્ષદભાઈ મિસ્ત્રીએ કરેલ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી શહેર મહામંત્રી જયેશ પટેલ (કવી) એ કરેલ. કાર્યક્રમમાં શંકરભાઈ કહાર, જયાબેન પટેલ, નિર્ભયસિંહ રાઠોડ, શહેર મહામંત્રી કીરીટ મુંદડા, દીલીપભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, કલ્પીતભાઈ દવે, સવજીભાઈ ભાટી, આર.બી.મકવાણા, અશોકભાઈ વાઘેલા, યતીનબેન મોદી, હંસાબેન પિત્રોડા, કાન્તાબેન પંડ્યા, રેખાબેન ત્રિવેદી, ડીકુલ ગાંધી, પ્રદીપસિંહ રાઠોડ, અશ્વીન પ્રજાપતિ સહિત અનેક કાર્યકરો ઉપÂસ્થત રહેલ.