એક તરફ ગુજરાત સરકાર દવા કરી રહી છે કે ગુજરાતમાં પીવા ના પાણી ની સમસ્યાઓ નથી તો બીજી તરફ ભાવનગર જીલ્લા ના પાલીતાણા તાલુકામાં આવેલ પીપરડી ગામ બે માં પીવા ના પાણી વિકટ પરીસ્તિથી જોવા મળી રહી છે આટલું જ નહિ ગામ માં આવેલ સરકારી પ્રથમિક શાળા કે જ્યાં ૨૨૨ જેટલા વિધાર્થીઓ પોતાના અભ્યાસ અર્થે આવતા હોય છે ત્યારે શાળા માં પણ પીવા નું પાણી નથી મળી રહ્યું છેલ્લા બે માસ શાળા માં નથી પીવા ના પાણી સગવડતા વિધાર્થીઓ પીવા નું પાણી પોતાના ઘરે થી ભરી ને લાવે છે ત્યારે એક સવાલ થાય કે આમ ભણશે ગુજરાત હાલ ઉનાળા ની શરૂઆત માં જ આ પરીસ્તિથી સર્જાઈ છે ત્યારે શાળા વિધાર્થીઓ ને પીવા નું પાણી મળે તેવી મીટ માંડી ને બેઠા છે. ભાવનગર જીલ્લા ના પાલીતાણા તાલુકા ની પ્રાથમિક શાળા કે જ્યાં પીવા ના પાણી માટે વિધાર્થીઓ ને વલખા મારવા નો વારો આવ્યો છે કેમ કે આ શાળા માં છેલ્લા બે થી ત્રણ માસ થી પીવા નું પાણી નથી મળી રહ્યું શાળા પીવા ના પાણી માટે આરો પ્લાન્ટ તો છે પરંતુ આ આરો પ્લાન્ટ માં નથી આવતું પીવા નું પાણી તો શાળા એક હેન્ડ પંપ પણ આવેલો છે પરંતુ આ હેન્ડ પંપ માં ક્ષાર યુક્ત પાણી આવે તે પીવા લાયક પાણી નથી ત્યારે શાળા માં અભ્યાસ કરતા ૨૨૨ જેટલા વિધાર્થીઓ ને તો હાલ પીવા ના પાણી માટે વલખા મારવા પડી રહીયા છે તો ગામ ની બાજુ માં આવેલ પાણી નો ટાંકો આવેલો છે પરંતુ ટાકા માં પણ પીવા નું પાણી નથી આવતું ગામ લોકો એક થી દોઢ કિમી દુર પીવા નું પાણી ભરવા જવું પડે છે ત્યારે આ સમસ્યા હલ થાય તે અંગે ગ્રામજનો એ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી આ પ્રશ્ન હલ થયો નથી ત્યારે તાકીદે આ પીવા નાં પાણી નો પ્રશ્ન હલ થાય તેવી લોક માંગ ઉઠી છે પીપરડી ગામ માં છેલ્લા બે થી ત્રણ માસ પીવા નાં પાણી ની પારાયણ સર્જાઈ છે ગામ અમુક વિસ્તારો માં પીવા નું પાણી મળતું નથી તો અમુક વિસ્તાર ના લોકો ને પીવા ના પાણી માટે દુર દુર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે.