તળાજા, શેત્રુંજી નદી પાસેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની બોટલ નંગ-47 તથા બીયર ટીન નંગ.142 કિ.રૂ 18,900/- નો મુદામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

1264

ભાવનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, અહી આગળ ઇરફાનભાઇ ઉર્ફે કુક કુક કાદરભાઈ ઉનાડ રહે મહુવા ઇન્દિરાનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં મહુવા વાળા તથા ચેતનસિંહ ગીરવાનસિંહ વાળા રહે.લીલવણ ગામ તાલુકો મહુવા વાળાઓ એ શેત્રુંજી નદીના પુલ પાસે પરપ્રાન્તીય ઇંગ્લીશ દારૂ રાખી બન્ને જણા વેચાણ કરે છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા બે પુરૂષ ઇસમો હાજર મળી આવેલ, જેથી નંબર 1 નુ નામ ઠામ પુછતા ઇરફાનભાઇ ઉર્ફે કુક કુક કાદરભાઈ ઉનાડ ઉ.વ.20 રહે મહુવા ઇન્દિરાનગર રેલ્વે સ્ટેશનની બાજુમાં મહુવા તથા નંબર 2 નુ નામ ઠામ પુછતા ચેતનસિંહ ગીરવાનસિંહ વાળા ઉ.વ.28 રહે.લીલવણ ગામ તાલુકો મહુવા જેની પાસેથી
ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ IMPERIAL BLUE AUTHENTIC GRAIN WHISKY 180 એમ.એલ.ની નાસીક બનાવટની કંપની સીલપેક બોટલ નંગ- 47 કિ.રૂ.4700/- તેમજ ભારતીય બનાવટના COPENHAGEN TRADE T MARK TUBORG PREMIUM 500 એમ.એલ. ના બીયર ટીન નંગ-70 તથા ભારતીય બનાવટના કિંગ ફિશર સ્ટ્રોન્ગ ૫૦૦ એમ.એલ. ના બીયર ટીન નંગ-72 મળી કુલ બીયર ટીન નંગ.142 ની કિ.રૂ.14200/- મળી કુલ કિ.રૂ.18900/- ના પ્રોહી મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન હાજર મળી આવી પકડાઇ જઇ પ્રોહી કલમ ૬૫(એઇ),૧૧૬(બી),81 મુજબનો ગુન્હો કરેલ હોય, જેથી બંને ઇસમો વિરૂધ્ધમાં તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

Previous articleચાર વર્ષથી ગારીયાઘાર પોલીસ સ્ટેશનના જુગારઘારાના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleછેલ્લા ૧ વર્ષથી બળત્કારના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.