નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ મેરેથોન દોડમાં જોડાઈ

873
bvn2932018-1.jpg

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત મેરેથોન દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ મેરેથોન દોડ સ્પર્ધામાં ૧૦ કી.મી.ની સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજમાંની ૩૪ વિદ્યાર્થીનીઓએ નિયમ મુજબ સમયસર ૧૦ કિ.મી.ની સ્પર્ધા પુર્ણ કરી હતી. નંદકુંવરબા મહિલા કોલેજની ૩૪ વિદ્યાર્થીનીઓએ ૧૦ કી.મી.ની સ્પર્ધા સમયસર પુર્ણ કવરા બદલ તેમના મેડલ અને સર્ટીફીકેટથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 

Previous articleચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર શખ્સોને પોલીસે ઝડપ્યા
Next articleવાડીમાં આગનો બનાવ બનતા ૧૦૦ મણ ઘઉં બળીને ખાક થયા