દામનગર ઓમસાઈ અને એસ વી વિધાલય દ્વારા માતાપિતા નું પૂજન વૈદિક પરંપરા થી કરી અનોખી રીતે ઉજવ્યો વેલેન્ટાઈન્સ ડે

848

દામનગર ની શેક્ષણિક સંસ્થા ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ અને એસ વી વિદ્યાનિકેતન  સંકુલમાં વેલેન્ટાઈન ડે ની અનોખી ઉજવણી ની પરંપરા ના ભાગરૂપે માતૃ પિતૃ પૂજનનું અનુષ્ઠાન આયોજન કરવામાં આવ્યું. ભરપુર લગ્નના માહોલ હોવા છતાં વાલીઓ પોતાના તમામ કામકાજ છોડી બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ શાળામાં વેલેન્ટાઈન ડે ની ઊજવણી એટલે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળેલા આજના સમાજ ને માતૃ પિતૃ પૂજન દ્રારા સંસ્કૃતિ સાથે જોડવાનો શાળા પરિવાર વતી એક પ્રયત્ન છે. બાળક અને માતા પિતા વચ્ચેના સંબંધ મજબુત બને અને માતાપિતા ને વૃદ્ધાશ્રમ સુધી જવાનો સમય ન આવે અને કુટુંબ વ્યવસ્થા ટકી એ ભાવના સાથે કાર્યક્રમ નું આયોજન કરેલ છે. માતાપિતા ના પૂજન ઉપરાંત અભિનય ગીત અને નાટક દ્વારા માતાપિતા અને બાળકો ના સંબંધ ની સાચી ઓળખ બતાવવામાં આવી હતી. ગીતાજયંતી સ્પર્ધા માં ભાગ લીધેલ વિધ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત  વિધ્યાર્થી અને શિક્ષક બંને એ માતાપિતા વિશે પોતાના શબ્દોમાં જીવનના અનુભવો કાગળ પર લખી અર્પણ કરેલ છે. પ્રેરણાદાયી કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા શિક્ષકગણ દ્રારા ખુબ મહેનત કરી  પ્રોત્સાહન ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. શાળા સંચાલક વિમલભાઈ ત્રિવેદી, અતુલભાઈ ત્રિવેદી, રમેશભાઈ, સુરેશભાઈ કંટારીયા, સલીમભાઈ, મુન્નાભાઈ ખૂબ સફળતા પૂર્વક આયોજન કરેલ હતું.

નટવરલાલ ભાતિયા

Previous articleસુશીલાબેન રમણીકલાલ મહેતા મેડિકલ સેન્ટરના ઉપક્રમે શિશુવિહારમાં બે દિવસ તબીબી કેમ્પ રાખવામાં આવ્યો છે..
Next articleસારી પટકથાવાળી હોલિવુડ ફિલ્મ કરવા હુમા ઇચ્છુક છે