અંધ અભ્યુદય મંડળનું ૬૧મું દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશન સંપન્ન ૫૦૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ સભ્યોની હાજરીમાં વિવિધ ઠરાવો પસાર થયા

568

પ્રજ્ઞાચક્ષુઓનાં સર્વાંગી વિકાસની યાત્રાને વેગ આપવા વર્ષ ૧૯૫૮માં શ્રી અંધ અભ્યુદય મંડળની સ્થાપના ભાવનગરમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્યભરના ૯૦૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ સભ્યપદ ધરાવે છે.જેનું પ્રતિવર્ષે વાર્ષિક અધિવેશન યોજવામાં આવે છે. તા.૨૨ અને ૨૩ ફેબ્રુઆરીના રોજ મળેલ દ્વિ-દિવસીય વાર્ષિક અધિવેશનમાં સતત ત્રીજીવાર લાભુભાઈ ટી. સોનાણીની આખી પેનલનો સંપૂર્ણ વિજય થયો હતો. જેમાં પ્રમુખ તરીકે લાભુભાઈ ટી. સોનાણીની સભા દ્વારા સતત ત્રીજીવાર બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમની આખી પેનલ પણ આ સભામાં ચૂંટાઈ આવી હતી. તે ગતવર્ષોમાં થયેલ પ્રવૃતિઓની સાક્ષી પૂરે છે.

        ઉપસ્થિત તમામ સભ્યોને મંડળ દ્વારા શુભેચ્છા ભેટ, જરૂરિયાતમંદને અનાજકીટનું વિતરણ, ફોલ્ડીંગ અને નેતરની સ્ટીકનું વિતરણ તેમજ ભાવનગર જીલ્લાની કોલેજમાં અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન જાણીતા બિલ્ડર શ્રી ગીરીશભાઈ શેઠનાં વરદહસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યું હતું. જ્યારે અનમોલ ગ્રૂપ મુંબઈનાં શ્રી કિર્તીભાઈ શાહનાં અધ્યક્ષ સ્થાને મળેલ વાર્ષિક સંમેલનમાં પ્રજ્ઞાચક્ષુઓનાં સર્વાંગી વિકાસ અને તેના ઉત્થાન માટે અવનવા ઉપક્રમો શરૂ કરવા વિચારણા કરવામાં આવી હતી. વિવિધ વક્તાઓ શ્રી જીતુભાઈ ઉપાધ્યાય, શ્રી કિરીટભાઈ રાઠોડ, શ્રી રાજેશભાઇ વડેરાએ પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આગામી ત્રણ વર્ષ માટે નીચેના હોદેદારો ચૂંટાઈ આવ્યા છે.

(૧)પ્રમુખ – શ્રી લાભુભાઈ ટી. સોનાણી

(૨)ઉપપ્રમુખ – શ્રી બાબુભાઈ એસ. ગોહિલ

(૩)માનદ મંત્રી – શ્રી હસમુખ જી. ધોરડા

(૪)સહમંત્રી – શ્રી જયંતીભાઈ આર. મકવાણા

જયારે શ્રી પી.એમ.લાખાણી, શ્રી કિરણભાઈ પટેલ, શ્રી નીલાબેન સોનાણી, શ્રી ભૂપતભાઈ બી. શિયાળ, શ્રી પંકજભાઈ ડી. ત્રિવેદી કારોબારી સભ્યો તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશ ધંધુકિયાએ કર્યું હતું.

Previous articleશિશુવિહાર સંસ્થા ક્રીડાગણનાં 40 સ્કાઉટનાં વિધાર્થીઓએ 17 km દુર ખોડિયાર મંદીર પાસે સાઈકલ પ્રવાસ યોજવામાં આવેલ
Next articleમહુવામાં મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજ દ્વારા જશને ૧૦ મો સમુહ લગ્ન સમારોહ યોજાયો જેમાં ૧૧૧ દુલ્હા- દુલ્હન નિકાહ ના ગ્રંથી જોડાયા*