ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા એટલે કે કેગનો અહેવાલ રજૂ થયો છે. રાજ્યની નાણાકિય સ્થિતિ, મહેસુલ ક્ષેત્ર અને આર્થિક ક્ષેત્રને લગતો કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. કેગ ના અહેવાલમાં વાણિજ્ય વેરાવિભાગ માં ગેરરીતિ સામે આવી કેગ ના અહેવાલમાં વાણિજ્ય વેરાવિભાગ માં ગેરરીતિ સામે આવી છે. વાણિજ્ય વેરા વિભાગે ૩૫.૬૭ કરોડની આકારણી ઓછી કરે છે. આ કારણે સરકારને ૩૬.૬૭ કરોડનું નુકસાન થયું છે. કલેકટર ઓફિસ એન્ડ જમીન મહેસુલ વિભાગ ધારા જમીન ત્રીજા પક્ષકાર ને ફાયદો કારવતી ગંભીર વિગતો સામે આવી છે. જૂની શરત અને નવી શરતના ગફલત ના કારબે ૭૧ કરોડ નો સરકાર ને ચૂનો લાગ્યો છે. શરત ફેરના ૨૦૪ કેસમાં ૭૧ કરોડ રૂપિયાનું સરકાર ને નુકસાન થયું છે. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠાનું કામ ધીમું ધીમું નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર મુદે રિપોટ ઓડીટ માં જોવા મળ્યું છે કે, ૨૫ થી ૩૯ વર્ષ સમય વીત્યા પછી પણ ચેક ડેમ અને કુવા રીચાર્જ સિવાય ના કામો ની પ્રગતિ ખૂબ ધીમી છે દરિયા કિનારા ની જમીન ની પૂન પ્રાપ્તિ માટે કોઈ મર્યાદિત પગલાં લીધા નથી. ભરતી નિયમન બધારા બાંધવાના ૩ કામો માં જરૂરી જમીન મેળવાય પેહલા જ આ અંગે કામ આપવાના કારણે કામો અધૂરા રહયા હતા. માર્ચ ૨૦૧૭ અને ૧૧.૧૦ કરોડ નો ખર્ચ બિન ફળદાયી નીવડ્યો છે. વર્ષ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી મહેસુલી વિકાસ દરમાં નોંધનીય વધારો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૨-૧૩ માં મહેસુલી વૃદ્ધિ દરમાં ૧૯.૪૯ હતો જે વર્ષ ૨૦૦૧૫-૧૬માં ૫.૯૯ હતો જે વર્ષ ૨૦૧૭ માં ૧૨.૬૮ થયો છે એટલે કે ૨૦૧૨ ની દ્રષ્ટિએ મહેસુલી વિકાસ દર અંદાજીત ૭ ટકા ઘટ્યો છે રાજ્ય સરકારે ભૂગર્ભ જળ માટે નો કાયદો ઘડ્યો નથી ૧૯૭૮ માં રચાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા ભલામણ કરવા છતાં રાજ્ય સરકારે ભૂગર્ભ જળ માટે નો કાયદો ઘડ્યો નથી. ક્ષાર નિયંત્રણ માટે ની યોજનાના કામોના અમલીકરણ ના વિલંબ ના કારણે આ યોજના નો ખર્ચ ૪૫૫ ટકા થી ઊંચો થઈ ગયો છે. મૂળ યોજના ૭૮૯.૧૨ કરોડની હતી તેની સામે માર્ચ ૨૦૧૭ સુધી ૧૦૪૫.૬૫ કરોડ ખર્ચ થઈ ચૂક્યો છે અને બાકી ના કામો માટે ૨,૫૪૪.૭૯ કરોડ નવો અંદાજ કરવા માં આવ્યો છે. કેગના અહેવાલમાં ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર ટિપ્પણી કેગના અહેવાલમાં ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર ટિપ્પણી કરાઈ છે. જિલ્લા ભૂસ્તર વિભાગ ની ખોટી નીતિ ને કારણે ૧સરકારી તિજોરી ને ૧૫૨ કરોડ નું નુકસાન થયું છે. ૧૮૨ કેસ ના ખાન ખનીજ વિભાગે થતી રીતે ખાન ની લીજ આપી હતી. ખાણ ખનીજ વિભાગે ૨૦૦૩ ની કાયદા ને ધ્યાન માં રાખી ને અકર્ણરી કારી જોકે ૨૦૧૦ ના કાયદા ને ધ્યાન માં રાખી ને કરવી જોઈતી હતી. સ્ટેમ્પ ડ્યુટીમાં ઓછી કરની વસૂલાતને કારણે રાજ્ય ની તિજોરી ને ૯૯ કરોડ નું નુકસાન સ્ટેમ્પ ડ્યુટીમાં ઓછી કરની વસૂલાતને કારણે રાજ્ય ની તિજોરી ને ૯૯ કરોડ નું નુકસાન થયું છે. કુલ ૧૦૩ કેસમાં ૯૯.૦૦ કરોડ ની ઓછી કારણરી કરવામાં આવી છે. નગર આયોજન યોજના હેઠળ એનુલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ માં સુધારો ના થતા ૬૭ કરોડ નું નુકસાન થયું છે.
સરકારના૧૪ જાહેર સાહસોમાં ૧૮,૧૪૨ કરોડની ખોટ
આજે વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં કેગ ઓડિટ રિપોર્ટમાં સરકાર પર ઘણા ટિપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ અનુસાર રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં છે તેવો રિપોર્ટ રજૂ કરાયો છે. ૫૪ જાહેર સાહસોમાં ૩૬૪૭ કરોડનો નફો થયો છે, જ્યારે સામે ૧૪ જાહેર સાહસોમાં ૧૮,૧૪૨ કરોડની ખોટ થઈ છે.
૧૩૮ કેસોમાં ૧.૯૮ કરોડ જેટલા રૂપાન્તર વેરાની બિન વસુલાત – ઓછી વસુલાત
સુરત અને અમદાવાદમાં બે કેસોમાં જમીનના નવી શરતમાંથી જુની શરતમાં રૂપાન્તર પર અયોગ્ય દરો લાગુ કરી સરકારને ૭૮.૪૪ લાખની રકમનો ચુનો લાગ્યો છે. ૪ કલેકટર કચેરીઓમાં ૨૦૧૨-૧૩ અને ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમ્યાન ૧૩૮ કેસોમાં ૧.૯૮ કરોડ જેટલા રૂપાન્તર વેરાની બિન વસુલાત – ઓછી વસુલાત કરી હોવાની ટીકા પમ કરવામાં આવી છે.
બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણના કારણે ૨૮ દસ્તાવેજોમાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પ ડયુટી ઓછી લેવામાં આવી
કેગ રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી બાવળા દ્રારા બજાર કિંમતનુ અયોગ્ય રીતે ગણતરી કરવામાં આવતા એક કેસમાં રૂપિયા ૯૮ લાખની સ્ટેમ્પ ડયુટીની ઓછી વસુલાત થઇ હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણના કારણે ૨૮ દસ્તાવેજોમાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પ ડયુટી ઓછી લેવામાં આવી છે.
સિંહને બચાવવામાં ગુજરાત સરકાર ઉદાસીનઃકેગ
ગુજરાતની શાન ગણાતા સિંહોના મોત બાબતે કેગે ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે ફરી એકવાર ચર્ચા જાગી છે કે, ગીરના સિંહો અન્ય રાજ્યમાં ખસેડવામાં આવશે કે નહીં. સિંહના મોતનો આંક ચોકાવનારો છે. ગીર રક્ષિત વિસ્તારની બહાર ફરે છે. સિંહો માટે સલામત કોરિડોર જોગવાઈ ૨૦૦૫ માં કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૦૫માં ભાવનગર અને અમરેલી જિલ્લાના પાલીતાણા, મહુવા, તળાજા, ખાંભા, અને સાવરકુંડલ ના ગામોની ૩૦,૧૫૨ હેકટર જમીનને સર ધરમ કુમાર સિંહજી વન્ય જીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાની સીસીએફ જૂનાગઢ દ્વારા દરખાસ્ત કરાઈ હતું. બાદમાં આ દરખાસ્તમાં સુધારો કરીને ઓગસ્ટ ૨૦૦૬માં આ વિસ્તાર ઘટાડીને ૧૧,૧૫૫ હેકટર કરી નખાયો હતો. જો કે, ફરી જૂન ૨૦૦૭માં વધુ ઘટાડો કરીને ૧૦,૯૫૩ હેકટર વિસ્તાર કરવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૧૦માં તેમાં વધુ ઘટાડો કરીને કહેવાયું કે અમરેલી જિલ્લાની ૪,૮૧૧ હેકટર સરકારી ખરાબાની જમીન વન વિભાગને તબદીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી વન વિભાગે પ્રી સીસીસેફ ને જાણ કરવામાં આવી હતી. સિંહના સર્વધન ને લઇ ને કેગ દ્વારા ગંભીર ટિપ્પણી કરાઈ છે કે સિંહને બચાવવા સરકાર ઉદાસીન કેગના ઓડિટમાં એવું ખુલ્યું છે કે સરકારી ખરાબાની જમીન વન અને પર્યાવરણ વિભાગની તરફેણમાં તબદીલ કરવા માટે મહેસુલ વિભાગ અને વન વિભાગ વચ્ચે લાંબો પત્ર વ્યવહાર ચાલ્યો અને અંતે ૧૧ વર્ષ બાદ પણ સંરક્ષિત અનામત વિસ્તારને સિંહોના રહેઠાણ તરીકેની જાહેરાત હજુ થઈ શકી નથી. કેગે નોંધ્યું છે કે સિંહના રહેઠાણ માટે છેલ્લું વિસ્તરણ ૨૦૦૮માં વન વિભાગ દ્વારા કરાયું હતું. વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૫ દરમિયાન સિંહોની વસ્તીમાં ૫૪.૬૦ ટકા નો વધારો થયો છે અને ગીર રક્ષિત વિસ્તારમાં સિંહોના મરણના ઘણા બનાવો બન્યા હોવા છતાં સિંહો માટે કોઈ નવું રક્ષિત રહેઠાણ મંજુર કરવામાં આવ્યું નથી. એશિયાઈ સિંહોના સરક્ષણ માટે આધુનિક ટેકનોલોજી દાખલ કરવી એ ગીર રક્ષિત વિસ્તાર ના વ્યવસ્થાપન આયોજનનો એક ભાગ હતો માર્ચ ૨૦૦૭ માં સાત સિંહો ના શિકાર પછી વન અને પર્યાવરણ વિભાગ આવા બનવાઓ પુનરાવર્તન ન થાય એ માટે આધુનિક ટેકનોલોજી ના ઉપયોગની શકય તા તપાસવા માટે એક ટાસ્ક ફોર્સ ની રચના વર્ષ ૨૦૦૭ મેં માસમાં કરી હતી જેમાં આ ફોર્સ માં કેટલીક સહાયો આપવામાં આવી નથી અને કેટલીક યોજના માં જે તે કંપની ખાતે કરાર દર કરવામાં આવ્યા છે અને ફોરન્સિક મોબાઈલ યુનિટ ની ખરીદી નિરર્થકપૂરવાર થઈ છે. સિંહો ને રેલવે લાઇન સુધી ન પહોંચે તે માટે રેલવે લાઇન ની આસપાસ ફેન્સિંગ તાર ગોઠવવામાં આવી હતી જેનો ખર્ચ ૨૫.૩૫ કરોડ હતો. કેગના અહેવાલમાં દર્શવામાં આવ્યું હતું કે સિંહોને રેલવે લાઇન પર જતાં રોકવામાં માટે સરકારના વન વિભાગે તાર નાખી હતી તેમ છતાંય સિહો આ વાડ પાર કરી ને ૮ વખત રેલવે લાઇન પર પહોંચી ગયા છે. જેથી સરકારની મોટી નિષ્ફળતા જોવા મળી છે.
કૌભાંડો છુપાવવા મ્ત્નઁ છેલ્લા દિવસે જ રિપોર્ટ મૂકે છે – કોંગ્રેસ
કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઝ્રછય્ના રિપોર્ટની ચર્ચા ન થાય તે માટે તેને છેલ્લા દિવસે જ ગૃહમાં લાવવામાં આવે છે. જો કેગનો અહેવાલ વહેલો મુકાય તો તેના પર ચર્ચા થઈ શકે છે. પરંતુ કૌભાંડો છુપાવવા મ્ત્નઁ છેલ્લા દિવસે જ રિપોર્ટ મૂકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમે ગુજરાતના તમામ યુવાનોને કોંગ્રેસમાં જોડીશું. લોકોની તકલીફ અંગે કોંગ્રેસ લડાઈ લડશે. કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચા વિચારણાં કરીશું. હોશ અને જોશથી બુથ સુધીનું મેનેજમેન્ટ કરીશું. યુવાનોનું સંગઠન જે ખુટે છે ત્યાં યુવાનોને જોડીશું.