ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના તમામ જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરવા સારૂ ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય અને ભાવનગર રેન્જના પોલીસ અધિકારીઓને આ બાબતે ખાસ સુચના આપેલ હોય જે સુચના આધારે ગત રાત્રીના આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો બોટાદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફને મળેલ બાતમી આધારે રાણપુર પોલીસે ઉમરાળા ગામે ચોરા પાસે જાહેરમાં લાઇટના અંજવાળે ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો
(૧) કાનજીભાઇ ગેમાભાઇ વસાણી ઉ.વ.૪૫
(૨) બળવંતભાઇ કુલાભાઇ વસાણી ઉ.વ.૩૫
(૩) વશરામભાઇ કમાભાઇ વસાણી ઉ.વ.૪૩
(૪) રમેશભાઇ ભોથાભાઇ મેર ઉ.વ.૩૦
રહેવાસી-તમામ ઉમરાળા ગામ, તા.રાણપુર જી.બોટાદ
વાળાઓને રોકડ રૂપિયા રૂ|.૧૬,૬૪૦/- તથા મોબાઇલ ફોન-૪ જુગાર સાહીત્ય સહિત કુલ રૂપિયા ૨૧,૬૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ.ના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.બાર તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એલ.પરમારની સુચનાથી હેડ કોન્સ. જયેશભાઇ ધાધલ તથા બાબાભાઇ આહીર તથા અરવિંદભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા જયપાલસિંહ ગોહીલ તથા રાણપુર પો.સ્ટે.ના એ.એસ.આઇ. પી.ડી.સોલંકી તથા પો.કોન્સ. પ્રદીપસિંહ તથા સુરેશભાઇ તથા વનરાજભાઇ વિગેરે જોડાયા હતા.