ઘોઘા BRC ભવનમાં ઘોઘા તાલૂકા પંચાયત પ્રમુખશ્રી સંજયસિહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો,જેમાં પ્રમુખ દ્વારા અચલા ફાઉડેશન ટ્રષ્ટ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મહાશંકરભાઇ પંડયા ( દંગાપરા પ્રા.શાળા)ને મળતાં તેઓ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું,જેમાં ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સજુભા ગોહિલ ,તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી હિમતભાઇ જાની, જિલ્લા શિક્ષક સંઘના પ્રતિનીધી અશોકભાઇ બારોટ, બી.આર.સી. વિજયભાઇ કાંટારીયા, કે.ની શિક્ષણ નિલેશભાઇ જાની, સી.આર.સી. જયપાલસિંહ ગોહિલ, રાજેન્દ્રભાઇ. આચાર્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય સમીરભાઇ મહેતા સૌ શિક્ષકો શિક્ષિકાઓ ઉપસ્થિત રહયા,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ઘોઘા પ્રા.શિક્ષકો નિષ્ઠાથી અને પ્રામાણિકતા થી કામકરતા હોઈ સૌ ને બિરદાવ્યા અને સમગ્ર તાલુકા માં સારા શિક્ષણ થી સંતોષ વ્યક્ત કર્યો હતો.