દારૂ તથા શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ બે ઇસમોને હદપાર કરતી પાળીયાદ પોલીસ ટીમ.

814

બોટાદ જીલ્લા અધિક્ષક હર્ષદ મહેતા તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એન.નકુમ દ્રારા દારૂ તથા બે થી વધારે શરીર સબંધી ગુન્હા જેવી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમોને તડીપાર કરવાની આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એન.સી.સગર તથા પો.સ્ટાફ એ સરવા ગામે દારૂની પ્રવૃતિ કરતો ઇસમ મનુભાઇ ભુપતભાઇ દુમાદીયા જાતે કોળી ઉ.વ.૩૦ રહે.સરવા

તા-જી.બોટાદ ને દારૂના અલગ-અલગ કેસો માં સંડોવાયેલ હોય અને દારૂની પ્રવૃતિ બંધ કરતો ન હોય તેમજ પાળીયાદ ટાઉન માં અવાર-નવાર એક થી વધારે શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ રાહુલભાઇ નાનજીભાઇ ચાવડા જાતે અનુ.જાતિ રહે.પાળીયાદ તા-જી.બોટાદ વાળો હોય જેથી બંન્ને વિરૂધ્ધ તડીપાર દરખાસ્ત તૈયાર કરી નાયબ કલેકટર અને સબ ડીવી.મેજી.બોટાદને મોકલી આપતા મ્હે.સબ.ડીવી.મેજી..બોટાદ એ તડીપાર દરખાસ્ત મંજુર કરી સામાવાળાને બોટાદ,ભાવનગર,અમરેલી,સુરેન્દ્રનગર,અમદાવાદ,રાજકોટ જીલ્લાઓની હદ બહારનો હુકમ કરતા પાળીયાદ પોલીસે તેની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleરાણપુરના અજય બારૈયાને દોઢ તોલાનો સોનાનો ચેન મળતા મુળ માલીકને પરત કર્યો.
Next articleરાણપુર:બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી.