ભાવનગર શહેરના હરીઓમ ગ્રુપ દ્વારા ભાવનગરથી સાળંગપુર સુધીની સતત ૧૬મા વર્ષે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સાંજે ભીડભંજન મહાદેવ મંદિરે દર્શન કરી પદયાત્રા સંઘ સાળંગપુર જવા રવાના થયો હતો. જેમાં આયોજક જીતુભાઈ સોની ઉપરાંત એડવોકેટ કેતનભાઈ પરમાર, વિજયભાઈ ટીમાણીયા, નરેન્દ્રભાઈ મિસ્ત્રી, અજયભાઈ દાવડા સહિત ૧રપથી વધુ ભાવિકો જોડાયા હતા. તા.૩૧ના રોજ હનુમાન જયંતિના દિવસે સાળંગપુર પહોંચી દર્શનનો લાભ લેશે.