સાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી

1318

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમ એક અઠવાડિયા થી મહિલાના વિકાસ મા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિવિધ રાજ્યો ની મહિલાઓ તરફ થી ભાગ પણ લેવામાં આવેલ હતો. લાઈવલી હૂડ ના માધ્યમ થી વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેમાં ઓટ્ટો મોબાઈલ કોર્ષ, સીવણ , બ્યુટી પાર્લર , કોમ્પ્યુટર ક્લાસ , ઇલેક્ટ્રિક કામ વગેરે વગેરે કાર્યક્રમો અંતર્ગત મહિલાઓ ના વિકાસ મા સાથ મોખરે રહે છે

જેમાં મહિલા દિવસ નિમિત્તે મહિલા ના જીવન સંઘર્ષ બાબતે સ્પર્ધા , બ્રાઈડલ મેકપ , મહિલા જાગૃતિ માટે રેલી માધ્યમ થી જાગૃતિ લાવવા બાબતે માર્ચ આયોજન કરેલ તેમજ મહિલા ને જાગૃકતા માટે એક સેમિનાર જેવું આયોજન કરવામાં આવેલ હતું તેમજ મહિલા ના આદર્શ તેવા મહિલાઓ ઉપર એક નિબંધ સ્પર્ધા પણ આયોજન કરેલ છે . જેમાં પાલનપુર , વડોદરા , અમદાવાદ ના વિવિધ સેન્ટર , વારાણસી જયપુર જેવા સ્થળો ઉપર મહિલા દિવસ મો ઉજવણી કરવામાં આવી તેમજ સાથ મહિલા બાળકો તેમજ યુવાનો ના ભવિષ્ય ના નિર્માણ માટે સતત કામ કરે છે

Previous articleછેલ્લા અગીયાર વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ
Next articleમહિલા દિન નિમિત્તે કલાસંઘ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું