કડી સર્વ વિદ્યાલયમાં મનમાની થતી હોવાના આક્ષેપ સાથે ધરણા કરતાં એબીવીપીના વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા પોલીસ બોલાવતાં મામલો બીચકયો હતો અને વિદ્યાર્થીઓને ડીટેઈન કરીને સે. ૭ ના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ યુનિ. માં લોકશાહી દેશમાં કોલેજના વિદ્યાર્થીઓ પાસે કાનુની ર૦ રૂપિયાના સ્ટેમ્પ કરાવી વિદ્યાર્થીઓની સ્વતંત્રતા પર તરાપ મારી છે. વિદ્યાર્થીઓના માતા-પિતાને મેનેજમેન્ટ દ્વારા ગુમરાહ કરતી માહિતી અપાય છે. રાષ્ટ્રહીત અને વિદાર્થી હીતના કામ કરાતી સંસ્થાને દબાણ શા માટે ? કડી સર્વ વિશ્વ વિદ્યાલય યુનિ. ના વડાઓની વિદ્યાર્થીઓ પર માનસિક અત્યાચાર કરવા સાથે કે.એસ. વી. યુનિ. ના ટ્રસ્ટી અધિકારી ફી નિર્ધારણ કમીટીમાં હોવા છતાં પણ દર વર્ષે ફી વધારો કરાય છે. સરકારી ધારા ધોરણ મુજબ ૬ર થી ૬પ વર્ષની ઉંમર હોય તો રીટાયર્ડની ઉંમરે પણ વીસીને ખુરશી પર ચીપકી રહ્યા હોવા ઉપરાંત જીયુ અને જીટીયુ સાપેક્ષે એટીકેટીની ફી અન્ય યુનિ.માં ૧રપ ને બદલે ૭૭પ/- મુદે કે.એસ.વી. ના અન્યાય શા માટે ? શિક્ષણ મંત્રાલયના ધારા-ધોરણના ધજાગરા ઉડાડી કોર્ષમાં ડી-ટેઈન ની વ્યવસ્થા ગરેવ્યાજબી છે. સેમેસ્ટર પ્રથા બાદ યુ.જી.સી. ની ગાઈડલાઈન પ્રમાણે કોલેજ કેમ્પસની રચનામાં સમજુતી કરવામાં આવે છે.