પવિત્ર તિર્થનગરી પાલીતાણામાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી

915
bvn3032018-1.jpg

જૈનોના પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસ ની કરાઈ ભાવ ભેર ઉજવણી  “ત્રીશલાનંદન વીર કી જયબોલો મહાવીર કી” ના નાદ સાથે આજે જૈન સમાજ ભાવવિભોર બન્યો હતો. આજ સવારથી જ જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર નો જન્મ કલ્યાણક દિવસ ઉજવવા માટે મોટી સંખ્યા માં જૈન યાત્રિકો જોડ્‌યા હતા અને પાલીતાણા ના રાજ માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી
અહિંસા પરમોધર્મ નું વાક્ય આપનાર જૈન ધર્મ માં ચોવીસ માં તીર્થકર મહાવીર સ્વામી ભગવાન ના જન્મ કલ્યાણક દિવસ આજે ખુબજ હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો. મહારાજ સાહેબના વ્યાખ્યાન માં ભગવાન મહાવીરે જયારે જન્મ લીધો ત્યારે કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું તેનો ઉલ્લેખ થતા લોકો ની આંખો નમઃ બની ગઈ હતી. અને જેવો ભગવાન મહાવીરે જન્મ લીધો તેવું મહારાજ સાહેબે કહેતાજ તુરત જ ઘંટનાદ થયો હતો, થાળી  વગાડી ને તથા કંકુ ના થાપા મારી ને પ્રભુ ને ચાંદી ના પારણે સુવરાવવા માં આવ્યા હતા. લોકો એ શ્રીફળ વધેર્યા હતા. એકબીજા ને ભેટી ને ભગવાન ના જન્મ ને વધાવ્યો હતો.અને શ્રીફળ પૌવા અને સાકર નો પ્રસાદ એકબીજાને મોઢા માં મુકીને મો મીઠા કરાવ્યા હતા. સતત એક કલાક સુધી લોકો પ્રભુમય બની ભગવાન મહાવીર ના  જન્મ વધાવવા તન્મય બની ગયા હતા.
આજ ના દિવસે મહાવીર સ્વામી ભગવાન ના જન્મ નીમેતે પાલીતાણા તળેટી રોડ પર આવેલ આણંદજી કલ્યાણજી પેઢી થી મોટી સંખ્યા માં પાલીતાણા જૈન સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પાલીતાણા નુતન ઉપશ્રેય ખાતે પૂર્ણ કરવામાં આવી હતી  જેમાં મોટી સંખ્યા માં જૈન બંધુ ઓ જોડ્‌યા હતા તેમજ સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો પણ આ શોભાયાત્રા માં જોડાયા હતા ત્યારબાદ નુતન ઉપાશ્રય ખાતે જૈન સમાજ ના આચાર્ય ભગવંતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું હતું.

Previous article ભાવનગરનું ગૌરવ મૃણાલદેવી ગોહિલની જીએએસ કેડરમાં ડે.કલેકટર તરીકે પસંદગી
Next article બરવાળાના કાપડીયાળી ગામે જુગાર રમતા છ ઝડપાયા