સાબરકાંઠા જિલ્લામાં સુપોષણનો સંદેશ ફેલાવતી પોષણત્રિવેણી

1497

સમગ્ર રાજ્યમાં હાલ પોષણ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તા. ૯થી ૧૪ માર્ચ ૨૦૨૦ દરમિયાન સમગ્ર જિલ્લામાં પોષણ અભિયાનના બીજા તબક્કામાં વિવિધ ગામો અને શહેરોમાં રેલીઓ અને સભાઓ દ્રારા ઘેર ઘેર જઈને પોષણનો સંદેશ પોષણ ત્રિવેણી  આપી રહી છે.  

   વર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (W.H.O.) કુપોષણને વિશ્વના જાહેર આરોગ્ય માટે સૌથી ગંભીર બાબત જાહેર કરી છે અને કુપોષણને બાળ મૃત્યુ અંગેનુ સૌથી મોટુ કારણ ગણાવ્યુ છે. કુપોષણ વાળા બાળકો નબળા આરોગ્ય અને ઓછી શૈક્ષણીક સિદ્ધીઓ  સાથે ઉછરે છે અને આજીવન અનેક શારીરિકમાનસિક તેમજ સામાજીક સમસ્યાઓનો ભોગ બને છે.

      કુપોષણ અંગેની ઉપરોક્ત ગંભીર બાબતોને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કુપોષણ મુક્ત બને તે દિશામા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે. તાજેતરમા જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી પોષણ અભિયાન ૨૦૨૦-૨૨નો પ્રારંભ કરવામા આવ્યો જેમા રાજ્યનુ એક પણ બાળક કુપોષિત ન રહી જાય તે માટે તબક્કાવાર આયોજન ફાળવવામા આવ્યુ છે. કુપોષણને રાજ્યના દરેક પદાધિકારીશ્રીઓઅધિકારીશ્રીઓમંત્રીશ્રીઓ તેમજ સ્વયં મુખ્યમંત્રીશ્રી પણ ખુબ ગંભીરતાથી લઈ રહ્યા છે. કુપોષણ નાબુદી અંગેના શક્ય એટલા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

      જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલ દ્રારા પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી કે, સાબરકાંઠા જિલ્લો સંપુર્ણપણે કુપોષણ મુક્ત બને તે દિશામા કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ માટે  જિલ્લાની તમામ  આંગણવાડીઓ દ્રારા  કુપોષણ સામેની લડાઈમા સમગ્ર રાજ્યોનુ પથદર્શક બને તેમજ જિલ્લાનુ એક્પણ બાળક કુપોષિત ન રહે તે માટે સૌને સંકલ્પબદ્ધ થઈ કાર્ય કરી કુપોષણ મુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા કટીબદ્ધ બનવાનુ છે. આ અભિયાનને જિલ્લામાં સાર્થક કરવા રાજય સરકાર આંગણવાડી કાર્યકર, આશા અને આરોગ્ય કાર્યકરના “પોષણ ત્રિવેણી”ના નવા અભિગમ સાથે કુપોષણના કંલકને દૂર કરવાનુ અભિયાન હાથ ધર્યુ છે.  જેમાં અલ્પપોષિત બાળકો જ નહિ પરંતુ સર્ગભા-ધાત્રી માતાઓ કિશોરીઓને પણ આવરી લેવાઈ છે. પોષણ ત્રિવેણી દ્રારા ઘરે ઘરે જઈને  સુપોષણ અંગે માહિતી આપવાની સાથે લોકોને બાળકો,સગર્ભા-ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના આરોગ્યનુ  ધ્યાન રાખવા જણાવી સુપોષણના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ શપથ આપણી ભાવિપેઢીના બાળકો દેશના ઉત્તમ નાગરીકો બને અને રાષ્ટ્ર ભાવના સાથે રાષ્ટ્ર પ્રેમ અને દેશની સુરક્ષા સલામતીમાં આપણને ઉપયોગી થાય તેવી ભાવના પણ સૂપેરે સમાયેલી છે. 

Previous articleભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા માન્યવર કાંશીરામ સાહેબની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
Next articleપ્રાચી ૧૦૮ની ટીમે સ્થળ પર જઈ માતાની નોર્મલ ડિલિવરી કરાવી