શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમાના સહયોગથી વેળાવદર ભાલ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

2225

શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી તા.૧૬ માર્ચને સોમવારે ભાલ વિસ્તાર ના વેળાવદર ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ અને આ જ પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા ૧૨૨દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને ૯૩ દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૫૩ બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને ૧ બાળકોની દવા આપવામા આવેલ. આ કાર્યક્રમમાં નિરમા લિમિટેડનાં હિતેશભાઈ ડાવરા,સરપંચ મુકેશભાઈ ,શાળા નાં આચાર્ય સગર વિક્રમભાઈ ડા. જશુબહેન જાની, હિરેનભાઈ જાંજલ, મીનાબહેન મકવાણા, કૃપાબહેન ઓઝા, રેખાબહેન ભટ્ટ તથા રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

Previous articleબજુડ ગામે ગેરકાયદે માટી ખનન ઝડપી લેતા ઉમરાળા મામલદાર આર.એ.પટેલ
Next articleરાણપુરની મોડેલ સ્કુલના વિદ્યાર્થીઓને કોરોના વાયરસથી બચવા માહીતી અપાઈ.