રાણપુરની મોડેલ સ્કુલના વિદ્યાર્થીઓને કોરોના વાયરસથી બચવા માહીતી અપાઈ.

1515

બોટાદ જિલ્લાના રાણપુરમાં મોડેલ ખાતે હાલમાં વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાયરસ નામની મહામારી સંદર્ભે શાળાનાં વિજ્ઞાન શિક્ષક કવિતાબેન શર્માએ વિદ્યાર્થીઓને આ ચેપી રોગનાં કારણો, અસરો અને તેનાથી બચવાનાં ઉપાયો વિષે માહિતી આપી હતી. વધુમાં શાળાનાં તમામ વિદ્યાર્થીઓને માસ્ક વિતરણ કરીને રોગ સામે રક્ષણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં સ્ટાફ કે.એન.રાઠોડ, ડૉ.ડી.ડી.પરમાર,કે.એન.પરમાર વગેરે એ જહેમત ઉઠાવી હતી..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleશિશુવિહાર સંસ્થા આયોજિત નિરમાના સહયોગથી વેળાવદર ભાલ ખાતે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Next articleબોટાદ ખાતે એન–કોરોના વાઈરસની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર વિશાલ ગૃપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ