બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત જાહેર સ્થળોએ વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિકરીઓના હોર્ડીંગ્સ લગાવાશે

435

પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેટી બચાવો-બેટી પઢાઓ
યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા ગૌરવ પ્રાપ્ત દિકરીઓના હોર્ડીંગ્સ, બેનર્સ અને ભિંતચિત્રો દ્વારા યોજનાના પ્રચાર-પ્રસાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં
આવી. કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સભાઓ અને મેળાવળાઓ રદ કરવાના નિર્ણય
લેવામાં આવ્યો છે જેના પગલે બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લામાં યોજાનાર દંપતી સંમેલન, કિશોરી મેળા, સાસુ-વહુ સંમેલન, નાટક-ભવાઈ, રેલી સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જિલ્લા
કલેક્ટરશ્રી દ્વારા સભા-સંમેલનોના સ્થાને બેટી બચાવો-બેટી પઢાઓ યોજનાના પ્રચાર-પ્રસાર માટે વિવિધ ક્ષેત્રમાં
સિદ્ધિ પ્રાપ્ત કરનાર તથા ગૌરવ પ્રાપ્ત દિકરીઓના હોર્ડીંગ્સ તથા બેનર્સ તૈયાર કરી જાહેર સ્થળોએ લગાવવા સુચના
આપવામાં આવી. આ ઉપરાંત સરકારી કચેરીઓ જેવા જાહેર સ્થળો તથા પ્રધાનમંત્રી આવાસ યોજના
હેઠળ બનાવવામાં આવેલા ઘરની દિવાલો પર બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત વૉલ પેઈન્ટીંગ
તૈયાર કરવામાં આવશે. વધુમાં દિકરીને જન્મ આપનાર વાલીને પ્રોત્સાહન સ્વરૂપે દિકરી વધામણા
કીટ આપવામાં આવશે. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી આર.એન. પંડ્યા, મહિલા અને બાળ
અધિકારી સુશ્રી સુલોચનાબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી રમીલાબા
રાઠોડ, મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. સુશ્રી ભગવતીબેન રબારી, આઈ.સી.ડી.એસ.ના
પી.ઓ. સુશ્રી રમીલાબેન ચૌધરી સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleકોરોનાથી બચવાના સંદેશાઓ, સ્લોગનો કાર પર દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ
Next articleકોરોના વાયરસથી થતા રોગના લક્ષણો, નિદાન અને સારવાર સહિતના માર્ગદર્શન માટે ડૉક્ટર્સ માટે વર્કશૉપ યોજાયો