રાણપુરમાં બસ સ્ટેશન પાસે પાંઉભાજી ની દુકાન ચલાવતા વિજયભાઈ ચૌહાણ એ ગળેફાસો ખાઈ લેતા પરિવાર ઉપર આભ ફાટ્યુ.
બોટાદ જીલ્લાના રાણપુરમાં વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ ઉંમર-૨૩ (ઉર્ફે.ડીજે)નામના યુવાને ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર રાણપુર શહેરમાં ચકચાર મચી ગઈ હતી.૨૩ વર્ષીય યુવાન વિજય ઉર્ફે.ડીજે રાણપુર માં બસ સ્ટેશન પાસે પાંઉભાજી ની દુકાન ચલાવતો હતો.અને આજે સવારે પોતાના ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા વિજયભાઈ ચૌહાણ ના પરિવાર ઉપર આભ ફાટ્યુ હતુ.જ્યારે મૃતક યુવાન વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ ને પી.એમ.કરવા રાણપુરની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ. આ બનાવ અંગેની જાણ લોકો ને થતા લોકો મોટી સંખ્યામાં રાણપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા.જ્યારે આ બનાવ અંગે રાણપુર પોલીસ ને જાણ થતા ડી.વાય.એસ.પી- સી.પી.મુંધવા,પી.આઈ. એમ એમ દિવાન સહીત પોલીસ સ્ટાફ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જ્યારે આ ૨૬ વર્ષીય વિજયભાઈ નરશીભાઈ ચૌહાણ એ ક્યા કારણો સર ગળોફાસો ખાઈ આપઘાત કર્યો છે તે પોલીસ તપાસ બાદ બહાર આવશે.જ્યારે આ બનાવ અંગેની આગળની તપાસ રાણપુર પોલીસ કરી રહી છે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર