સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની અસરના લીધે સમગ્ર રાજ્યમાં આજે મધરાતથી સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ભાવનગરના રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવએ જાહેરાત કરી છે કે આજ રાતથી બેરિકેડીંગ કરી અને શહેરમાં લોકડાઉન કરવામાં આવશે.
ભાવનગરના રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવએ જણાવ્યું કે આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપાર ધંધા, ફેક્ટરી, વાણિજ્યિક સેવાઓ, જાહેર સંસ્થા બંધ રહેશે.
આજે રાત્રે 12.00 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉનના આદેશનો આજે રાત્રે 12.00 વાગ્યાથી 31-3-2020 સુધી ચુસ્તરીતે અમલ કરાશે. આ લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ બાબતો પર પ્રતિબંધ રાજ્યની સરહદો સીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત નાગરિકો અને પરિવહનની આવનજાવન પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
બિન જરૂર લટાર મારતાં લોકો સામે થશે કાર્યવાહી. પોલીસ કાયદેસર કાર્યવાહી રસ્તા પર ફરનાર સામે કરી શકે છે.
ભાવનગરના રેન્જ ડી.આઈ.જી.અશોકકુમાર યાદવએ ભાવનગર શહેર જિલ્લાનાં તમામ નાગરિકો ને અપીલ કરી છે કે “કોરોના”ની મહામારી ને લઈને સજૉયેલી સ્થિતિ અન્વયે આ મહામારી ને નાથવા લોકો પુરતો સહયોગ આપે લોકો પોતાના ઘરમાં જ રહે અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન નિકળે બિન જરૂરી બહાર ફરતાં લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાઓ લેવામાં આવશે.આથી પોલીસ તથા જિલ્લા પ્રશાસન ને પુરતો સહયોગ કરશો.