કેપીટલ ક્રિએટીવ કલબ, ગાંધીનગર દ્વારા ગુજરાતભરમાં નવરાત્રી દરમિયાન ઘણા વર્ષોથી પાર્ટી પ્લોટના ઝાકમઝોળ વચ્ચે ખોવાયેલા શેરી ગરબાનો ધબકાર જીવંત રાખવા માટે એક દીવડા સમાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સતત બીજા વર્ષે સહિયર રાસ-ગરબા મહોત્સવ – ર૦૧૭ દ્વારા નવતર અભિગમ અપનાવી માત્ર બહેનો-દિકરીઓ અને બાળકો માટે જ ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.ગાંધીનગરમાં યોજાતા અન્ય પ્રોફેશનલ ગરબાની જેમ નવરાત્રીના નામે પ્રજાના પૈસાથી કમાણી કરવાના બદલે ભાવિક ભકતો મા જગદંબાના મહાપર્વને વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે પાટનગરમાં માત્ર આ એક જ પાર્ટી પ્લોટમાં ખાસ પ્રકારનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સહિયર દાંડીયા-ર૦૧૭ માં દરરોજ ગરબે ઘૂમનાર ૧૦૦ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
કેપીટલ ક્રિએટીવ કલબ, ગાંધીનગર દ્વારા સતત ત્રીજા વર્ષે સહિયર રાસ-ગરબા મહોત્સવ-ર૦૧૭ નુ ર૧ થી ર૯ સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સેકટર – ૩(એ) માં ઘ-૧ નજીક ચેહર માતાના મંદિર પાસેના ગ્રાઉન્ડમાં યોજાનારા સહિયર દાંડિયા-ર૦૧૭ માં કોઈપણ પાર્ટી પ્લોટ કરતાં સૌથી ઓછા ખર્ચે કરવામાં આવ્યો છે. આ અંગે વિસ્તૃત માહિતી આપતા કેપીટલ ક્રિએટીવ કલબ, ગાંધીનગરના પ્રમુખ મુકેશ પટેલે જણાવ્યું છે કે, માત્ર લોકફાળાથી યોજાનારા આ ગરબા મહોત્સવમાં ટ્રેડીશનલ ડ્રેશ ફરજીયાત રખાયો નથી. જેના કારણે અનેક પરિવારોમાં ડ્રેસ અને જવેલરીની ખરીદી કે ભાડાનો હજારો રૂપિયાનો ખર્ચ બચશે. સતત બીજા વર્ષે સહિયર રાસ-ગરબા મહોત્સવ – ર૦૧૭ દ્વારા નવતર અભિગમ અપનાવી માત્ર બહેનો -દિકરીઓ અને બાળકો માટે દરરોજ ગરબે ઘૂમનારા ૧૦૦ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જયારે દશેરાના દિવસે ડાયરાના કાર્યક્રમ સાથે પાટનગરના શેરી ગરબાના આશરે ૧પ૦ જેટલા આયોજકોનું સન્માન કરવામાં આવશે.
સહિયર દાંડિયા-ર૦૧૭ ને સફળ બનાવવા માટે કેપીટલ ક્રિએટીવ કલબ, ગાંધીનગરના પ્રમુખ મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજક સમિતિના સભ્યો મુકેશ મારુ, મગનભાઈ કવાડે, ઈશ્વરભાઈ દેસાઈ, અશ્વિન સુહાન, કીરીટભાઈ પરેરા, શક્તિસિંહ વાઘેલા, હિતેશભાઈ વ્યાસ, વસંતભાઈ પરમાર, વિજયભાઈ ભાવસાર, હિતેશ રામી, પ્રદિપસિંહ બિહોલા, જીતુભાઈ દરજી, નીષીરાજ રામ બાવતજી, મનીષ મકવાણા, રાજેશ પ્રજાપતિ, મહેન્દ્રસિંહ ચાવડા, મેહુલ પટેલ, શાહિલ સાહ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.