લોકસભા સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ સરકારી હોસ્પિટલને રૂા. ૪૮ લાખ ફાળવ્યા

1591

ગીર-સોમનાથ જિલ્લામાં નોવેલ કોરોના સંક્રમણને નાથવા અંગે સરકારી હોસ્પિટલમાં સુવિધા વધારવા માટે લોકસભા સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ સાંસદ સભ્યનાં સ્થાનિક વિસ્તારની વિકાસ યોજના અંતર્ગત રૂા. ૪૮ લાખ ફાળવવામાં આવ્યા છે.  જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશનાં માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ સંક્રમણ  નાબુદ કરવા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત સરકારી હોસ્પિટલમાં સેન્ટ્રલ ઓક્સિજન લાઇન, ઓક્સિજન જમ્બો સિલિન્ડર, એડલ્ટ વેલ્ટીનેટર, પોર્ટેબલ એક્સરે મશીન, પોર્ટેબલ સકશન મશીન, થર્મલ સ્કેનર ગન સહિત ૧૩ મેડીકલ સાધનો ખરીદ કરવા માટે જિલ્લા આયોજન અધિકારીશ્રી ભાવનાબા ઝાલા દ્વારા રૂા. ૪૮ લાખની ગ્રાન્ટને વહીવટી મંજુરી આપવામાં આવી છે. જેના લીધે સરકારી હોસ્પિટલમાં નોવેલ કોરોનાં વાયરસનાં સંક્રમણને નાથવા અસરકારક કામગીરી થઇ શકશે

Previous articleવલ્લભીપુર પાલિકા દ્વારા આવશ્યક ચીજ-વસ્તુઓની દુકાન બહાર ગ્રાહકોને માટે ખેંચી લક્ષ્મણ રેખા
Next articleકોરોના મહામારી સામેની લડાઈમાં ભાવનગરના સખી મંડળો આપી રહ્યા છે મહત્વનું યોગદાન