ગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત દરોની જોગવાઈ ન હોવાથી મિલક્તનો ખર્ચ શહેર કરતા વધુ

819
gandhi3132018-6.jpg

રાજ્યમાં જમીન-મકાનની કિંમતોના મૂલ્યાંકન અને દસ્તાવેજ નોંધણી માટે મહત્વની એવી જંત્રીના વર્ષ ૨૦૧૧માં નક્કી કરાયેલા દરોમાં ભારે વિસંગતતાઓ અને અયોગ્યતાની કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. જંત્રીના દરોમાં કેવી પોલંપોલ ચાલે છે તે કેગના અહેવાલમાં પ્રકાશમાં આવ્યું છે.
સરકારે નક્કી કરેલા જંત્રીના દરો અવાસ્તવિક છે જેનું ઉદાહરણ આપતા કેગે જણાવ્યું છે કે બોડકદેવ વિસ્તારમાં આવેલા ૧૦૦ ચો.મી.ના ફ્‌લેટની કિંમત જંત્રી પ્રમાણે ૬ લાખ થાય તો બગોદરા ગામના ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦ ચો.મી.નો ફ્‌લેટ ૧૦,૦૫,૦૦ રૂ. કિંમત થાય.૨૦૧૧ના સુધારેલા જંત્રીના દરોમાં ગ્રામ્ય વિસ્તારો માટે સંયુક્ત દરોની જોગવાઇ ન હોવાથી ગ્રામ્ય વિસ્તારની સમાન મિલ્કતનો ખર્ચ શહેરી વિસ્તાર કરતા વધુ થાય છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની બાંધકામવાળી મિલકતની કિંમતની ગણતરી માલિકી ફેર કરેલી જમીનની કિંમત ઉપરાંત બાંધકામના વિસ્તાર માટે પ્રતિ ચોરસમીટર રૂ.૯૧૦૦ નો દર લાગુ પાડીને કરવાની હોય છે. જેથી આ વિસંગતતા ઉભી થાય છે.
કેગે એવું પણ નોંધ્યું છે કે સરકારે આ દરોને સુધારવા કોઇ પગલાં લીધા નથી. આ જ પ્રકારે જમીનના ખુલ્લા પ્લોટોના દર ફ્‌લેટના સંયુક્ત દર કરતા નીચા હોવાથી શહેરી વિસ્તારોમાં બંગલા કરતા ફ્‌લેટની કિંમત બમણા કરતા પણ વધારે થાય છે. જે સંપૂર્ણરીતે અવાસ્તવિક છે.
કેગે રજૂ કરેલા કેસ સ્ટડી પ્રમાણે અમદાવાદ જિલ્લાની બોડકદેવ ટાઉનપ્લાનીંગ સ્કીમ ૨૧૩ના વેલ્યુ ઝો નં. ૧૨/૨૧૩/ ૨/છ ખાતે આવેલા ૧૦૦ ચો.મી. ના નવા ફ્‌લેટની કિંમત આ પ્રમાણે ગણાશે. જંત્રીના સુધારેલા ૨૦૧૧ના દર પ્રમાણે ફ્‌લેટ/ એપાર્ટમેન્ટ માટેનો સંયુક્ત દર રૂ.૬૦૦૦ પ્રતિ ચોમીઠ ૧૦૦ ચો.મી. = રૂ.૬,૦૦,૦૦૦ જેની સામે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ૧૦૦ ચો.મી.ના એક નવા ફ્‌લેટ/ એપાર્ટમેન્ટની ગણતરી આ પ્રમાણે કરાશે.
જંત્રી મુજબ જમીનનો દર રૂ. ૯૫૦ પ્રતિ ચોમી (ગામમાં સૌથી ઓછો દર)ઠ ૧૦૦ ચોમી = રૂ. ૯૫૦૦૦(જમીનની કિંમત) બાંધકામની કિંમત = જંત્રીનો દર રૂ. ૯૧૦૦ ઠ ૧૦૦ = ૯,૧૦,૦૦૦ જેથી રહેણાંક મિલકતની કુલ કિંમત =૧૦,૦૫,૦૦૦જંત્રીના દરમાં ૪ વખત દરખાસ્ત છતાં સુધારો ન થતાં કરોડોનું નુકસાન.
કેગે નોંધ્યું છે કે વિભાગે ૨૦૧૧ બાદ જંત્રીના દરો સુધારવા માટે ચાર વખત દરખાસ્ત કરી હતી પરંતુ સરકારે તેમાં સુધારો કર્યો નથી. મોટા ભાગના મિલ્કતોના દસ્તાવેજો જંત્રીના દર કરતા ઉંચા થતા હોય છે ત્યારે જંત્રીના દરોમાં સુધારો નહીં કરવાથી સ્ટેમ્પ ડ્‌યુટી અને પ્રિમિયમની કરોડો રૂપિયાની આવક સરકારને ગુમાવવી પડી છે. 
જંત્રીનો દર ૨૦૧૧માં નક્કી થયો પરંતુ તે દર નિયત કરવા માટે થયેલા સર્વેમાં ગોટાળા હોવાનું કેગના અહેવાલમાં ખૂલ્યું છે. કેગે નોંધ્યું છે કે સર્વેની પદ્ધતિમાં અનેક ખામીઓ હતી. સર્વે ફોર્મમાં અનેક વિગતો ભરાઈ ન હતી. અનેક ફોર્મમાં તો સફેદ શાહીથી વિગતો ભૂંસી નાખેલી પણ માલૂમ પડી હતી. નકશાનો પુરતો ઉપયોગ પણ કરાયો ન હતો.  

Previous articleવિદ્યાર્થીઓને ૨ કરોડથી વધુની ગણવેશ સહાય ચૂકવાઇ
Next articleગોપાલાનંદ સ્વામીએ લોકોના કષ્ટ નિવારવા કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના કરેલી