જાફરાબાદમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા માતાજીની ચૈત્ર માસમાં ભવ્ય ઉજવણી

1084
guj3132018-4.jpg

જાફરાબાદ શહેરમાં ખારવા સમાજની મહિલાઓ દ્વારા ચૈત્ર માસની એકમના દિવસથી જ નવરાત્રિની ભવ્ય ઉજવણી ચાલુ થઈ જાય છે. જેમાં સમાજના અલગ-અલગ વિસ્તારમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. જ્યાં દરરોજ રાત્રિના મહિલાઓ દ્વારા મોટીસંખ્યામાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. જેમાં ચૈત્ર અગિયારસના દિવસે શહેરમાં આવેલ વરૂડી માતાના મંદિરે તો બારસના દિવસે શિતળા માતાના મંદિરે ભવ્ય મેળો યોજવામાં આવે છે તેમજ ચૈત્ર માસ ચૌદશના દિવસે ખારવા સમાજના ઈષ્ટદેવ દરિયાદેવની પૂજા કરવા માટે દરિયા કિનારે અરબ સાગરની ઘુંઘવાટા મારતો પવન અને દરિયાની લહેરોના કિનારે મેળાનું ભવ્ય આયોજન થાય છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર હોય તો તે સમાજની મોટી બોટો દરિયામાં ફિશીંગ કરવા ગયેલ હોય તેમના માલિકો દ્વારા આબેહુબ નાની-નાની બોટો બનાવી દરિયા દેવના ખોળે તરતી મુકવામાં આવે છે અને પોતાના પતિ, પિતા, ભાઈ કે દિકરાની રક્ષા દરિયા દેવ કરે અને ધંધામાં બરકત થાય તેવી આરાધના કરવામાં આવે છે. ચૈત્ર પૂનમના દિવસે ગરજતા અરબી સમુદ્રના મોજાઓની વચ્ચે આવેલું. જે ઘુઘવતા મોજાઓ માતાના ચરણ સ્પર્શ કરે છે તેવા ઐતિહાસિક અલૌકિક ભવ્ય મંદિર માતા સિકોતરના મંદિરે મેળાનું ભવ્ય આયોજન થાય છે તે જ દિવસે રાતના હનુમાન જયંતિ અને પંદર દિવસથી ચાલતા માતાજીની નવરાત્રિનું ભવ્ય આયોજન આસ્થા સાથે સમાપન થાય છે.

Previous articleજાફરાબાદ નગરપાલિકાનામાં હોદ્દેદારોની થયેલી વરણી
Next articleઅસ્મિતા પર્વ-ર૧નું થયેલું સમાપન