સૌરાષ્ટ્રના જાણીતા શહેર મહુવાના કૈલાસ ગુરૂકુળ મધ્યે શરૂ રહેલા સંસ્કાર જગતની ઘટના સમાન સાહિત્ય અને કલાના અવસર અસ્મિતા પર્વ-ર૧ના આજના ત્રીજા દિવસે ઉપેક્ષિતોનો અવાજ ગર સાથે સાહિત્ય સંગોષ્ઠિઓનું સમાપન થયું અને કાવ્યાયન આવતીકાલે હનુમાન જયંતિના પાવન દિવસે નજીકના તલગાજરડા ગામ ખાતેના ચિત્રકુટ ધામ ખાતે કૈલાસ લલિત કલા એવોર્ડ, અવિનાશ વ્યાસ એવોર્ડ, નટરાજ એવોર્ડ એવમ હનુમંત એવોર્ડની અર્પણવિધિ સાથે કલા જગતના ૧૦ વિદ્વાન મહાનુભાવોનું પૂ.મોરારિબાપુ સન્માન સન્માન સાથે વંદના કરશે.
મહુવા ખાતે આજે પર્વના ત્રીજા દિવસે બે સંગોષ્ઠિનું આયોજન હતું. જેમાં સવારના ભાગની સંગોષ્ઠિ પાંચમાં ઉપેક્ષિતોનો અવાજ શિર્ષક અંતર્ગત ગૌરાંગ જાનીના સંચાલન નીચે યોજાઈ હતી. જેમાં કિન્નર સમાજની વ્યથા-કથા લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ રજૂ કરી હતી. જ્યારે વિચરતા સમાજનો અવાજ મિત્તલ પટેલ દ્વારા અને આદિવાસી સમાજની વાત સુજાતા શાહ દ્વારા કરવામાં આવી હતી. એ પહેલા પર્વના સંકલનકાર પ્રા.હરિશ્ચંદ્ર જોશીએ કહ્યું કે, પૂજ્ય બાપુની કરૂણા સદાય ઉપેક્ષિતો અને વંચીતો માટે સદાય વહી છે અને બાપુએ સદાય એમની ખેવના કરી, એમના માટે કથા કરી આ સમાજને પ્રેમપૂર્વક આવકારવાનો-સ્વીકારવાનો સંદેશો આપ્યો છે. અહીં સંગોષ્ઠિમાં ભાગ લેતા ત્રણેય વક્તાઓ અને સંચાલકે ખૂબ જ સાર્થક ચર્ચાઓ કરી જેમાંથી શ્રોતાજનોને કિન્નર સમાજ, આદિવાસી સમાજ અને વિચરતી જાતિ વિશે ઉંડાણપૂર્વકના વિચારો જાણવા મળ્યા. તેમણે આ ત્રણેય સમાજના સ્વીકારની વાત સૌની સમક્ષ મુકી આપી હતી. સાંજના કવિ સંમેલન-કાવ્યાયનની બેઠકમાં ભાવનગરના તબીબ અને કવિ ફિરદૌસ દેખૈયાના સંચાલનમાં કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.
અસ્મિતા પર્વ સંકલનમાં રહેલા જોષીબંધુઓ
મોરારિબાપુ પ્રેરિત અસ્મિતા પર્વ સંકલનમાં રહેલા જોશી બંધુઓની ભૂમિકા મહત્વની છે. સાહિત્યકારો, વિદ્વાનો અને અસ્મિતા પર્વ માટે કક્ષા ધરાવતા સંગોષ્ઠિલાયક વક્તાઓ, કવિઓ તેમજ વિવેચકો વગેરેની પસંદગી તથા તેઓની વ્યવસ્થા સંકલન ખૂબ જ મહત્વની બાબત છે. અસ્મિતા પર્વમાં પ્રારંભિક ઉદ્દબોધન સંચાલનથી લઈ મંચ માટેની સુઆયોજનમાં હરિશ્ચંદ્રભાઈ જોષીની જવાબદારી રહેલી છે. તેઓ સારા કવિ-ગાયક પણ છે. સ્વરકાર પણ છે. વિનોદ જોશી આ પર્વ માટે મહત્વની જવાબદારી સંભાળે છે. હરિશ્ચંદ્રભાઈ જોશીના સહયોગી રહ્યાં છે. આ જોશી બંધુઓ પ્રાધ્યાપક સાથે સાહિત્યકાર વિવેચક છે.