કોરોના સંક્ર્મણને રોકવા આરોગ્યલક્ષી કીટ બનાવી જરૂરીયાતમંદો સુધી પહોચાડતા અશોકભાઇ અને તેમના મિત્રો

438

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સમાજ સેવક અશોકભાઈ સથવારા કોઈ ઓળખના મહોતાજ નથી. તેઓ સાચા અર્થમાં સમાજસેવક છે. કોરોના વાયરસથી બચાવ માટે હાલ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝ જરૂરી બન્યા છે ત્યારે જરૂરીયાતમંદ લોકો જેનોએ લોકડાઉનના કારણે પોતાના ધંધા-રોજગાર ખોયા છે. તેઓને આ કપરા કાળમાં હાલની જરૂરીયાત એવા ૫ નંગ માસ્ક૫૦૦ml સેનિટાઇઝર બોટલ૫૦૦ml હેન્ડ વોશ બોટલપોકેટ જેલ સેનિટાઇઝર તેમજ હોમિયોપેથિક દવાની ૨૫૦ કિટ બનાવી જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે.       સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વતની મંડપ ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ સથવારા જાણીતા સમાજ સેવક છે હાલ કોરોના મહામારીના સમયે તેઓ પોતાની ચિંતા કર્યા વગર જરુરિયાતમંદો સુધી કરિયાણાની કીટ  પહોચાડવાની સેવા કરી રહ્યા છે હિંમતનગરના કોઇ પણ ખુણામાં જરૂરીયાતમંદ સુધી પહોંચી તેની જીવનજરૂરીયાતની વસ્તુઓ પુરી પાડવાની સાથે તેઓ હાલમાં કોરોના અંતર્ગત ફરજ બજાવી રહેલા પોલીસ કર્મિઓ માટે  બેંકો આગળ પૈસા લેવા માટે લાઇનમાં ઉભા રહેલા ગરીબો માટે  તેઓએ પોતાના મંડપ લગાવ્યા છે જેનું તેઓ કોઈ ચાર્જ લેતા નથી સાથે પોલીસ જવાનો માટે બેસવા માટે ખુરશીની પણ વ્યવસ્થા કરી આપી છે.આમ હાલમાં કોરોના મહામારી અને પહેલાના સમયમાં જરૂરીયાતમંદ લોકોને આરોગ્યના શણગારનુ કામ કરતા અશોકભાઇ અને તેમની ટીમ દ્રારા જિલ્લા વહિવટી તંત્રને તમામ પ્રકારની મદદ માટે તૈયારી બતાવવામાં આવી છે. આ સાથે લોકડાઉનની શરૂઆતમાં માસ્ક બનાવી રાહત દરે વિતરણ કર્યું હતું. આમ લોકોના પ્રસંગેને શણગારતા અશોક સથવારા દ્રારા લોકોના આરોગ્યનો શણગાર કરવામાં આવી રહ્યો છે.આ સિવાય અશોકભાઇ દ્રારા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે મા કાર્ડ, આયુષ્યમાન ભારત યોજના જેવી યોજનાઓનો ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને આ યોજનાના અશોકભાઇએ ૭૦૦૦થી વધુ લોકોને કાર્ડ કઢાવવામાં મદદ કરી છે સાથે પોતાના ખર્ચે લોકોને હોસ્પિટલ પહોંચાડવાની સેવા પણ તેઓ કરે છે. તેમના આ કાર્યો  બદલ જિલ્લા વહિવટી તંત્ર અશોકભાઇ સથવારાનો આભાર માન્યો છે.  

Previous articleહું ફરી ફરજ પર હાજર થઈ બમણા જુસ્સા સાથે COVID19ના દર્દીઓની સારવારમાં જોડાઈ જઈશ
Next articleપાલીતાણા શહેર ના ફેરી કરનાર ને હેલ્થ કાર્ડ નું વિતરણ કરાયું