સિહોર તાલુકાની બુઢાણા ગામની તેજાણી વિદ્યા સંકુલ શાળા એ વિદ્યાર્થીઓને આખા વર્ષની ફી માફ કરી દીધી

401

સમગ્ર રાજ્ય અને દેશમાં કોરા ના એ કહેર મચાવ્યો છે ત્યારે ધંધા રોજગાર બંધ થઈ હતા અસાધારણ મધ્યમ વર્ગ પરિવારોની મુશ્કેલીનું વર્ણન શબ્દોમાં કરવું અઘરું પડે છે કારણ કે ટંકનું લાવી ખાનાર પરિવારોની પરેશાની દિવસેને દિવસે અઘરી બનતી જાય છે તેવા સમયે સિહોર નજીક બુઢાણા ગામેં આવેલી તેજાણી વિદ્યા સંકુલ નામની સંસ્થાએ માનવતા મહેકાવી છે જેમણે આખા વર્ષની વિદ્યાર્થીઓની ફી માફ કરી દીધી જેને કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 400થી વધારે વાલીઓને મોટી રાહત મળી છે
શિહોર ના બુઢણા ગામે આવેલી તેજાણી વિદ્યા સંકુલ ગામ ની શાળા જ્યાં 6 થી 10 ધોરણ સુધીના અભ્યાસ કરતાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ને એક વર્ષની સ્કૂલ ફી માફ કરવાની જાહેરાત સંસ્થાના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી છે ગ્રામ વિસ્તાર હોવાથી લોકડાઉવન ના સમયમાં બાળકોના વાલીઓના ધંધા-રોજગાર શ્રમિકોને મજૂરી કામ બંધ હોવાથી હાલ કફોડી બની છે ક્યારે સ્કૂલ ફી માફ ઉપરાંત હવે પછી શાળામાં પ્રવેશ લેતા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા અભ્યાસ માટે નું મટીરીયલ પણ ફ્રીમાં આપવામાં આવશે એક તરફ રાજ્યની કેટલીક શાળાઓએ રીતસરનાઉઘરાણા શરૂ કર્યા છે ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ શૈક્ષણિક સંસ્થા એવું હશે ખરેખર આ એક મોટી રાહત આપી અને માનવીયતા નું અભિગમ દાખવ્યો છે

રિપોર્ટ મૂળશંકર જાળેલા શિહોર

Previous articleસર .ટી. હોસ્પિટલ મારે મન મંદિર અને ત્યાંની મેડિકલ ટીમ દેવદૂત – આશિષ ભલાણી
Next articleSRP સ્થાઈ કરો ની માંગ સાથે ટ્વિટર પર જસ્ટિસ ફોર SRP ના હેશટેગ પર SRP જવાનની દીકરી નો ફોટો થયો વાયરલ