જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા હાથ ધરાયેલ સ્તુત્ય કામગીરી પર એક નજર

451

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશભરમાં વિવિધ તબક્કે લોકડાઉન લાગુ કરવામા આવેલ. ભાવનગર જિલ્લામાં આ તમામ લોકડાઉન દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્રારા લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ તેમજ અન્ય લોકઉપયોગી કામગીરી કરી રાજ્ય સરકાર દ્રારા લોકડાઉનમાં જરૂરીયાતમંદ અને ગરીબ લોકોને રાહત આપતી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી તેનો સીધો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે અંગેની પ્રશંસનિય કામગીરી કરવામાં આવી છે.

જે અંતર્ગત ભવનગર જિલ્લામા એપ્રિલ માસમાં જિલ્લાના કુલ ૩,૩૭,૪૧૨ NFSA રેશનકાર્ડ ઘારકો પૈકી ૩,૨૩,૬૨૧ રેશનકાર્ડઘારકોને અનાજ વિતરણ કરી કુલ ૯૨.૫૫% અનાજ વિતરણની કામગીરી પુર્ણકરવામાં આવી.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ૩,૦૩,૫૫૯ NFSA તથા NON NFSA BPLરેશનકાર્ડ ઘારકોને લાભ આપી આ યોજના અંતર્ગત ૮૬.૭૭% અનાજ વિતરણ કરવામાં આવેલ. વધુમાં, જિલ્લાના કુલ ૧૨,૪૧૪ NON NFSA BPL-1 રેશનકાર્ડ ઘારકો પૈકી ૯૧૮૧ રેશનકાર્ડ ઘારકોને અનાજ વિતરણ કરવામાં આવેલ. જે મુજબ ૭૪.૧૫% રેશનકાર્ડ ધારકોએ અનાજનો લાભ મેળવેલ. આમ, એપ્રિલ માસમાં ઉક્ત યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને કુલ ૧૧૩૧૬ મે.ટન ઘઉં, ૪૮૭૫ મે.ટન ચોખા, ૨૬૯ મે.ટન મીઠું, ૩૧૮ મે.ટન ચણાદાળ, ૪૫૮ મે.ટન ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવેલ.

આજ પ્રમાણે મે માસમાં પણ NFSA રેગ્યુલર તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લાના કુલ ૩,૪૯,૮૨૬ NFSA તથા NON NFSA BPL રેશનકાર્ડ ઘારકો પૈકી ૩,૩૧,૯૨૮ રેશનકાર્ડ ઘારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યુ. જે યોજના અંતર્ગત કુલ ૯૪.૮૮% અનાજ વિતરણની કામગીરી કરવામાં આવી. આમ, મે માસમાં લાભાર્થીઓને કુલ ૧૨,૦૭૩ મે.ટન ઘઉં, ૫૨૧૩ મે.ટન ચોખા, ૩૭૭ મે.ટન મીઠું, ૩૩૫ મે.ટન ચણાદાળ, ૫૨૪ મે.ટન ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવેલ. સરકારશ્રીની સંવેદનશીલ નીતિને લીધે એપ્રિલ અને મે માસમાં NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને પણ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવેલ. જે અંતર્ગત અત્રેના જિલ્લામાં Let’s Give up Challenge ઝુંબેશ ચલાવવામાં આવેલ. જેમાં આર્થિક રીતે સદ્ધર NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકો જરૂરિયાત મંદ લોકોના પક્ષમાં પોતાનું અનાજ જતુ કરે તે માટે રાષ્ટ્રહિતની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવેલ.
એપ્રિલ માસમાં કુલ ૨,૫૮,૦૧૦ NON NFSAAPL-1 રેશનકાર્ડ ઘારકો પૈકી ૧,૭૮,૭૦૬ રેશનકાર્ડ ઘારકોને અનાજનું વિતરણ કરવામાં આવેલ. જે મુજબ ૬૯.૨૩% રેશનકાર્ડ ધારકોએ અનાજનો લાભ મેળવેલ. આમ, એપ્રિલ માસમાં કુલ ૭૯,૩૦૪ લાભાર્થીઓએ પોતાનો લાભ જતો કરેલ છે. મે માસમાં કુલ ૧,૭૬,૭૩૧ NON NFSAAPL-1 રેશનકાર્ડ ઘારકોને અનાજનું વિતરણ કરવામાં આવેલ. જે મુજબ ૬૮.૫૦% રેશનકાર્ડ ધારકોએ અનાજનો લાભ મેળવેલ. આમ, મે માસમાં કુલ ૮૧,૨૭૯ લાભાર્થીઓએ પોતાનો લાભ જતો કરેલ છે. અન્નબ્રહમ યોજનામાં રેશનકાર્ડ વિહોણા, પરપ્રાંતિય લોકોનો સર્વે કરીને આવા લાભાર્થીઓને વ્યક્તિ દીઠ ૩.૫ કિગ્રા ઘઉં, ૧.૫ કિગ્રા ચોખા તથા કુટુંબદીઠ ૧ કિગ્રા ખાંડ, ૧ કિગ્રા મીઠું તથા ૧ કિગ્રા ચણાદાળની કીટનો લાભ આપવામાં આવેલ. અત્રેના જિલ્લામાં એપ્રિલ અને મે માસમાં અનુક્રમે ૭૬૯૫ તથા ૫૬૬૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ. આમ, આ યોજના અંતર્ગત કુલ ૧૩,૩૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ. આમ, અન્નબ્રહ્મ યોજના અંતર્ગત લાભાર્થીઓને કુલ ૪૭ મે.ટન ઘઉં, ૨૦ મે.ટન ચોખા, ૪ મે.ટન મીઠું, ૪ મે.ટન ચણાદાળ, ૪ મે.ટન ખાંડના જથ્થાનું વિતરણ કરવામાં આવેલ. પ્રઘાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને એપ્રિલ, મે અને જૂન માસમાં ત્રણ ગેસના સીલીન્ડર વિનામુલ્યે આપવામાં આવનાર છે. જે મુજબ અત્યાર સુધીમાં લાભાર્થીઓને કુલ ૧,૧૫,૮૦૧ ગેસના સીલીન્ડર વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ અંતર્ગત અત્રેના જિલ્લામાં અનાજ વિતરણની કામગીરી દરમ્યાન કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જિલ્લામાં ખાસ તકેદારી રાખવામાં આવેલ છે. જેમા જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો, તમામ તોલાટ અને તમામ કોમ્પ્યુટર ઓ૫રેટરોનું મેડીકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ, જિલ્લાની તમામ વ્યાજબી ભાવની દુકાનોને સમયાંતરે આરોગ્ય શાખાના પરામર્શમાં રહીને દુકાનોને સેનીટાઇઝ કરવામાં આવી, તમામ વ્યાજબી ભાવના દુકાનદારોને, તોલાટને અને કોમ્પ્યુટર ઓપરેટરોને ફરજીયાત ”આરોગ્ય સેતુ” એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવેલ, જિલ્લાના નિયત થયેલ કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા રેશનકાર્ડ ઘારકોને ડોર ટુ ડોર અનાજની કીટ દ્વારા વિતરણ કરવા માટે અલગ ટીમની રચના કરવામાં આવેલ. જેમાં ટીમના કર્મચારીશ્રીઓએ પી.પી.ઇ.કીટ પહેરીને કીટ વિતરણ કરેલ, જિલ્લાના નિયત થયેલ કન્ટેઇનમેન્ટ ઝોન અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા રેશનકાર્ડઘારકોને પોર્ટેબીલીટી દ્વારા પણ વિતરણ કરવામાં આવેલ.

Previous articleભાવનગર શહેર, જિલ્લામાં ફરજરત એક હજાર જવાનોની પ્રશંસનીય સેવા સંદર્ભે એક આગવી પહેલ
Next articleબાળક પોતાના ઘરે રમતા રમતા માથામા કુકર સલવાય ગયેલ