કોરોના મહા મારી ના કારણે દેશભરની શાળાઓ બંધ છે. ત્યારે સરકારે શાળા ના બાળકો નો અભ્યાસ શરુ રહે તે માટે ઓનલાઈન શિક્ષણ ની વ્યવસ્થા કરી છે. પરંતુ જે બાળકો ના ઘરે ટીવી અને મોબાઈલ ના હોઈ તેવા બાળકો ના વાલીઓના આગ્રહ ને ધ્યાનમાં લઈ ને ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ના શિક્ષક નાથાભાઇ ચાવડા ને શાળાના આચાર્ય નો સહકાર મળતાં ખાટકીવાસ વિસ્તાર માં આવેલ મદરેસા માં ઈરફાનભાઈ લાખાણી ના સહકાર થઈ ટીવી અને ડિસની સુવિધા કરી આ શિક્ષકે સમસ્યાને અવસર માં ફેરવી બાળકો નો અભ્યાસ ના બગડે તે માટે અનોખો પ્રયાસ કર્યો સરકારી ગાઈડ લાઇન નું પણ પાલન કરવામાં આવે છે